Last Updated on February 28, 2021 by
વિજ્ઞાનની દુનિયામાં અનેક અભિયાનો સતત ચાલતા રહે છે એ વચ્ચે વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે. શુક્ર ગ્રહનો કેટલોક ભાગ સામાન્ય રીતે પૃથ્વી પરથી ક્યારેય નથી જોવા મળતો પરંતુ નાસાના પાર્કર સોલર પ્રોબ શુક્ર ગ્રહના એવા ભાગની તસવીર ખેંચી છે જેના જોઈને વૈજ્ઞાનિકો દંગ રહી ગયા છે. વૈજ્ઞાનિકોને આ તસવીર આશા કરતા અલગ જોવા મળી.
નાસાએ ખેંચી શુક્રના રાતના હિસ્સાની તસવીર
આ તસવીર શુક્રના રાતના હિસ્સાની છે. નાસાના વૈજ્ઞાનિકોને આશા હતી કે આ તસવીરમાં ગાઢ વાદળો જોવા મળશે અને આ તસવીર એટલી સાફ નહી હોય પરંતુ વાસ્તવમાં કંઈક અલગ થયું. અત્યારથી પહેલા જ્યારે પણ શુક્રગ્રહની તસવીર લેવામાં આવી તો તેમાં વાદળોના કારણે શુક્ર ગ્રહની સપાટી નહોતી જોવા મળતી. પરંતુ આ તસવીરમાં શુક્રની સપાટી એકદમ સાફ દેખાઈ રહી છે.
2018માં મોકલવામાં આવ્યું હતું નાસાનું પાર્કર સોલર પ્રોબ
નાસાના પાર્કર સોલર પ્રોબનું કામ સુર્ય પર નજીકથી નજર રાખવાનું છે. તેને વર્ષ 2018માં મોકલવામાં આવ્યો છે. પોતાના સાત વર્ષની યાત્રા દરમિયાન પાર્કર શુક્રના ગુરુત્વની મદદથી સુર્યની નજીક જવા માટે તેની ખુબ નજીકથી પસાર થયો હતો. તે સમયે પાર્કરે આ તસવીર લીધી હતી. પોતાના અભિયાન દરમિયાન પાર્કરને સાત વખત શુક્રની નજીકથી પસાર થવાનું છે જેનાથી તે સુર્યની નજીક આવતો જશે.
સુર્યની આટલી નજીક પાર્કરથી પહેલા કોઈ પણ માનવ નિર્મિત પિંડ નહી પહોંચશે. સુર્યથી તેનું અંતર માત્ર 40 લાખ માઈલ રહેશે. શુક્ર ગ્રહની આ તસવીર પાર્કરના WISPRએ જુલાઈ 2020માં લીધી હતી જ્યારે પાર્કર ત્રીજીવાર શુક્ર ગ્રહની નજીકથી પસાર થઈ રહ્યો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31