Last Updated on February 28, 2021 by
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન PSLV-C51 દ્વારા આજે સવારે 10 કલાકને 24 મિનિટ પર 19 સેટેલાઈટ લોન્ચ કરશે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેંટરથી PSLV-C51ને લોન્ચ કરાશે. તેના દ્વારા બ્રાઝીલના એમેજોનિયા – 1 સેટેલાઈટને પણ મોકલવામાં આવશે. અમેજોનિયા-1 પ્રાઈમરી સેટેલાઈટ છે. તેની સાથે 18 બીજા કોમર્શિયલ સેટેલાઈટ્સને પણ પ્રક્ષેપિત કરાશે. તેમાં એક સેટેલાઈટ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાએ બનાવ્યુ છે.
સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાએ એક sd કાર્ડમાં ભગવદ્ ગીતાની ઈલેકટ્રોનિક તસ્વીરને અવકાશમાં મોકલવા માટે સૂરક્ષિત કરરાઈ છે. તે ઉપરાંત સેટેલાઈટ પર પ્રધાનમંત્રી મરેન્દ્ર મોદીની તસ્વીર પણ લાગાવવામાં આવશે.
pslv રૉકેટ માટે ઘણુ લાંબુ અભિયાન
2021 માં ભારતનું આ પ્રથમ અવકાશ મિશન પીએસએલવી રોકેટ માટે પૂરતું હશે કારણ કે તેની ઉડાનનો સમય 1 કલાક, 55 મિનિટ અને 7 સેકન્ડનો રહેશે. જો રોકેટ યોગ્ય રીતે લોંચ કરશે તો ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલા વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા 342 હશે. ઇસરોએ જણાવ્યું હતું કે એમેઝોનિયા -1 ઉપગ્રહની મદદથી એમેઝોન ક્ષેત્રમાં અને બ્રાઝિલમાં કૃષિ ક્ષેત્રને લગતા વિવિધ વિશ્લેષણ માટે વપરાશકર્તાઓને રિમોટ સેન્સિંગ ડેટા પ્રદાન કરીને હાલની રચનાને મજબૂત બનાવવા માટે કામ કરવામાં આવશે.
18 અન્ય સેટેલાઈટ્સમાંથી 4 આ ઈન-સ્પેસમાંથી છે. જેમાંથી ત્રણ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના સંઘ યૂનિટીસેટ્સ છે. જેમાં શ્રીપેરંબદૂરમાં સ્થિત જેપ્પિઆર ઈન્સ્ટીટયૂટ ઑફ ટેક્નોલોજી, નાગપુરમાં સ્થિત જીએચ રાયસોની કૉલેજ ઓફ એન્જીનીયરિંગ અને કોયમ્બતૂરમાં સ્થિત શ્રી શક્તિ ઈન્સ્ટીટયૂટ ઑફ એન્જીનીયરિંગ એંડ ટેકનોલોજી સામેલ છે. એકનું નિર્માણ સતીશ ધવન સેટેલાઈટસ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. અને 14 NSILથી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31