GSTV
Gujarat Government Advertisement

ધડામ થયા બાદ બિટકોઇનના ભાવ જોરદાર ઉચકાયાં, 11 મહિનાનો રેકોર્ડ તૂટયો

બિટકોઇન

Last Updated on February 28, 2021 by

ક્રિપ્ટોકરન્સીની વિશ્વબજારમાં ઉંચા ભાવથી આવતા આંચકા અલ્પજીવી નિવડતાં ભાવ ફરી આજે ઉછળતા જોવા મળ્યા હતા. બિટકોઈનમાં તાજેતરમાં ઉંચામાં ભાવ 58 હજાર ડોલર બોલાતાં તેજીનો નવો રેકોર્ડ થયા પછી ભાવ ગબડી નીચામાં 45 હજાર ડોલર સુધી જતા રહ્યા હતા.

બિટકોઇન

ઈન્સ્ટીટયુશનલ બાયરો ઘટયા મથાળે ફરી દાખલ થયા

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ બિટકોઈનમાં ઘટયા મથાળે ઈન્સ્ટીટયુશનોની ખરીદી જોવા મળતાં ભાવ ઘટયા મથાળેથી ઉંચકાતા રહ્યા છે. શનિવારે મોડી સાંજે આ લખાય છે ત્યારે પુરા થયેલા 24 કલાકના ગાળામાં બિટકોઈનના ભાવ નીચામાં 45104થી 45105 ડોલર તથા ઉંચામાં ભાવ 48453થી 48454 ડોલર સુધી જઈ મોડી સાંજે ભાવ 47675થી 47680 ડોલર ચાલી રહ્યાના સમાચાર હતા.

શનિવારે આ લખાય છે ત્યાં સુધીમાં વેપાર- વોલ્યુમ 60થી 61 અબજ ડોલરનું તથા માર્કેટ કેપીટલાઈઝેશન વધી 888થી 889 અબજ ડોલરનું નોંધાયું હતું. બિટકોઈનના પગલે અન્ય ક્રિપ્ટોકરન્સીના ભાવ પણ ઘટયા મથાળેથી ઉંચકાયા હતા.

બિટકોઇન

બિટકોઈનમાં ચાર મહિનામાં ભાવ 10 હજારથી વધી 58 હજાર સુધી પહોંચાયા

ઈથેરના ભાવ નીચામાં 1411થી 1412 ડોલર તથા ઉંચામાં ભાવ 1563થી 1564 ડોલર રહ્યા પછી શનિવારે મોડી સાંજે ભાવ 1485થી 1486 ડોલર બોલાઈ રહ્યા હતા. તાજેતરમાં બિટકોઈનમાં ચાર મહિનામાં ભાવ 10 હજારથી વધી 58 હજાર સુધી પહોંચાયા હતા.

બિટકોઈનનો આઉટફલો તાજેતરમાં વધ્યો છે એ જોતાં બિટકોઈનમાં ઘટાડે ઈન્સ્ટીટયુશનોની ખરીદી વધ્યાના સંકેતો મળ્યા છે. તાજેતરમાં કોઈનબેઝના પ્લેટફોર્મમાંથી આવા 13000 બિટકોઈનનો આઉટફલો 65 કરોડ ડોલરનો જોવા મળ્યો હતો અને આ બધો માલ ઈન્સ્ટીટયુશનલ બાયરો તરફ જઈ રહ્યો હતો.

મલ્ટીપલ કસ્ટડી વોલેટ મારફત ઓવર ધી કાઉન્ટર ઓટીસી મારફત ઈન્સ્ટીટયુશનલ બાયરોએ આ માલ લીધાની ચર્ચા હતી. જોકે બિટકોઈનમાં ઘટયા ભાવથી ચમકારો જોવા મળ્યા છતાં એકંદરે આ સપ્તાહમા તેજી પછી આવેલા ભાવ ઘટાડાના પગલે આ સપ્તાહમાં બિટકોઈનના ભાવ ઉંચેથી આશરે 21થી 22 ટકા જેટલા ગબડયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો