Last Updated on February 27, 2021 by
દેશમાં હાઇવે અને શહેરના ટ્રાફિક જગતમાં ડિજિટલ યુગની શરુઆત કરવા જઇ રહી છે મોદી સરકાર. આ માટે રાજ્યોની પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીને હાઇટેક બનાવવાની યોજના અમલમાં લાવવામાં આવશે. જે હેઠળ પોલીસ-ટ્રાફિક અને પરિવહન અધિકારીઓના શરીર પર બોડી કેમેરા લાગશે. જેથી સહજ રીતે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા નાગરિકો પર અંકુશ મેળવી શકાય.
દેશભરની પોલીસ અને પરિવહન અધિકારીઓને હાઇટેક સાધનોથી સજ્જ બનવવામાં આવશે, જેમાં તેમના વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા, હાઇવે જંક્શન પર કેમેરા, સ્પીડ કેમેરા લગાવવાની યોજના અમલમાં મુકાશે. આ સિવાય સ્પીડ ગન, વે ઇન મોશન જેવા અન્ય ડિજિટલ ઉપકરણો પણ લગાવવામાં આવશે.
બોડી કેમેરાના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કોર્ટમાં પૂરાવા તરીકે પણ રજૂ કરાશે. બોડી કેમેરા ચાર રસ્તા પર કે હાઇવે પર ટ્રાફિક કન્ટ્રોલર પર લગાવાશે. જેના લીધે પૈસા પડાવતા વિભાગના અધિકારીઓ પર અંકુશ મેળવી શકાશે. માહિતી મુજબ રાજ્યોના પાડનગર અને 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં આ પ્રકારની ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31