GSTV
Gujarat Government Advertisement

શરમજનક/ મોદીએ તમિલોને રીઝવવા કોંગ્રેસી નેતાનું નામ વટાવ્યું, સંઘ માટે તો હતા કટ્ટર દુશ્મન

Last Updated on February 27, 2021 by

તમિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો વચ્ચે પોતાની જગા બનાવવા મથતા ભાજપે કે. કામરાજનો ઉપયોગ કરતાં તેના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. નરેન્દ્ર મોદીની ગુરૂવારે કોઈમ્બતુરમાં સભા હતી. મોદીની સભાના સ્થળે ભાજપના નેતાઓની સાથે સાથે તમિલનાડુના બે દિગ્ગજ નેતા એમજી રામચંદ્રન અને કે કામરાજનાં પણ જંગી કટઆઉટ મૂકાયાં હતાં.

ભાજપ પાસે તમિલનાડુમાં પોતાનું કશું છે નહીં

એમજીઆર અને કામરાજ બંને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ છે. એમજીઆર એઆઈએડીએમકેના નેતા હતા જ્યારે કામરાજ તો કોંગ્રેસના નેતા હતા. મોદીની સભામાં કામરાજનાં કટઆઉટ મૂકાયાં તેના કારણે ભાજપમાં પણ ગણગણાટ છે. કોંગ્રેસે તો ભાજપ પર કટાક્ષ પણ કર્યો છે કે, ભાજપ પાસે તમિલનાડુમાં પોતાનું કશું છે નહીં તેથી તેણે કોંગ્રેસના નેતાના નામને વટાવવા માંડયું છે. એક સમયે સંઘ કામરાજનો કટ્ટર વિરોધી હતો ને હવે સત્તા માટે તેમના જ શરણે જવું પડયું એ શરમજનક કહેવાય.

ભાજપ સાથે કોઈ સંબધ નથી એવા નેતાઓનું નામ વટાવી ખાય

વિશ્લેષકોના મતે, ભાજપ અને મોદી માટે આ નવી વાત નથી. મોદી સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકર જેવા ભાજપ સાથે કોઈ સંબધ નથી એવા નેતાઓનું નામ વટાવી ખાય જ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો