Last Updated on March 8, 2021 by
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરી દેતાં રાજકીય ઉત્તેજનાનો માહોલ છવાઈ ગયો છે. હવે પછી બે મહિના સુધી દેશમાં ચૂંટણીનો માહોલ રહેશે ને દેશના ઈતિહાસમાં કદી ના જોવા મળ્યો હોય એવો વિધાનસભા માટેનો હાઈ વોલ્ટેજ જંગ બંગાળમાં જોવા મળશે.
બે અઠવાડિયા પહેલાં જ એટલે કે ૨ મેના રોજ પરિણામ જાહેર કરી દેવાશે
પશ્ચિમ બંગાળમાં છેલ્લે ૨૦૧૬માં યોજાયેલી ચૂંટણીનું પરિણામ ૧૯ મેના રોજ જાહેર કરાયું હતું. આ વખતે બે અઠવાડિયા પહેલાં જ એટલે કે ૨ મેના રોજ પરિણામ જાહેર કરી દેવાશે. ચૂંટણી પંચ ૨૦૧૬ની ચૂંટણીની જેમ મે મહિનાના પહેલા સપ્તાહમાં છેલ્લા તબક્કાનું મતદાન યોજાય ને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરાય એવું ઈચ્છતુ હતું પણ મોદી સરકારના દબાણના કારણે કાર્યક્રમ વહેલો કરાયો છે.
જ્યોતિષીઓની સલાહના કારણે આ નિર્ણય લેવાયો
ભાજપનાં સૂત્રોના મતે, જ્યોતિષીઓની સલાહના કારણે આ નિર્ણય લેવાયો છે. જ્યોતિષીઓના મતે મે મહિનાના બીજા પખવાડિયામાં ગ્રહદશા બદલાશે તેથી એ પહેલા ચૂંટણી કરાવી લેવી ભાજપ માટે ફાયદાકારક છે. બંગાળમાં જીતવા માટે ભાજપ ગમે તે કરવા તૈયાર છે તેથી જ્યોતિષીઓની સલાહ પણ માની લીધી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31