Last Updated on February 27, 2021 by
મહારાષ્ટ્રમાં એક યુવકને યુવતીનો પીછો કરવો ભારે પડ્યો છે. આવુ કરવાને કારણે થાણેની સ્પેશિયલ કોર્ટે આ યુવકને 22 મહિનાની આકરી સજા આપી છે. આ યુવકને યુવતીનો સતત પીછો કરવાના આરોપસર સજા આપવામાં આવી છે. લગભગ સાડા ચાર વર્ષ બાદ આ આરોપીને સજા મળી છે.
યુવતીનો પીછો કરવા બદલ મળી આકરી સજા
મહારાષ્ટ્રના થાણેમાં સ્પેશિયલ કોર્ટે યુવતીનો પીછો કરનારા 24 વર્ષિય આરોપી યુવકને શનિવારે 22 મહિનાની જેલની સજા આપી છે. કોર્ટે આરોપીને સશ્રમ કારાવાસની સજા સંભળાવી છે.
થાણેની સ્પેશિયલ કોર્ટમાં દોષી સુનીલ કુમારને ભારતીય દંડ સંહિતાની કલમ 354 ડી અન યૌન અપરાધોથી બાળકોને સંરક્ષણ માટે પોક્સો એક્ટ અંતર્ગત દોષી ઠેરવ્યો છે. ત્યાર બાદ કોર્ટે સુનીલ કુમારને સજા સંભળાવી હતી.
કોર્ટે આટલા રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
જણાવી દઈએ કે, હાલમાં જાહેર થયેલા આ આદેશમાં એડિશનલ સેશન જસ્ટિસ આર. આર. વૈષ્ણવે યુવતીનો પીછો કરનાર દોષીત સુનીલ કુમાર જયસ્વાલ પર 500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટમાં પીડિત પક્ષના વકીલે જણાવ્યુ હતું કે, દોષી સુનીલ કુમાર સતત યુવતીનો પીછો કરતો હતો. પીડિતાના પિતાએ જૂન 2016માં સુનીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31