GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરવા પર થશે 5 વર્ષની જેલ, વાયરલ મેસેજ પર સરકારે આપ્યો આ જવાબ

5

Last Updated on February 27, 2021 by

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સને લઇને કોડ ઑફ એથિક્સ અને રેગ્યુલેશન જારી કર્યા. જેમાં સરકારે કહ્યું કે ડિજિટલ મીડિયા અથવા કોઇને પણ અફવા અને જુઠ્ઠાણુ ફેલાવવાનો અધિકાર નથી. સાથે જ તેમ પણ કહ્યું કે જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સરકાર તેની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે. કોડ ઑફ એથિક્સ જારી થયા બાદ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ નાંખવા પર 5 વર્ષની જેલ થશે.

વાયરલ મેસેજ એક અખબાની હેડલાઇન છે. જેમાં આ વાત કહેવામાં આવી છે. આવી સૂચના વાયરલ થતાં જોઇ પીઆઇબી ફેક્ટ ચેકની ટીમે તેને લઇને હકીકતની સ્પષ્ટતા કરી છે.

પીઆઇબીએ દાવો નકાર્યો

પીઆઇબીએ પોતાના ફેક્ટ ચેકમાં વિવાદિત પોસ્ટ કરનારને 5 વર્ષની જેલના દાવાને ભ્રામક ગણાવ્યો છે. પીઆઇબીએ ટ્વીટ કરીને લખ્યું કે, દેશની સંપ્રભુતા, અખંડતા, રાજ્યની સુરક્ષા, વિદેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ તથા અન્ય મહત્વપૂર્ણ વિષય પર વિવાદિત સામગ્રી માટે આ જોગવાઇ બનાવવામાં આવી છે.

5

સોશિયલ મીડિયા પર જવાબદાર

સોશિયલ મીડિયા માટે જારી નવા કોડમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મોએ સામાન્ય યુઝર્સને સશક્ત બનાવ્યા છે, પરંતુ તેનો દુરુપયોગ થવા અને ગેરલાભ ઉઠાવવા પર તે જરૂર જવાબદાર હશે.

તેમાં રચનાત્મકતા અને પોતાના વિચાર વ્યક્ત કરવા તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા અંગે કોઇપણ ખોટી ધારણાને દૂર કરતાં લોકોની વિભિન્ન ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરકારે કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટુ ઇન્ટરનેટ સમાજ છે અને સરકાર સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા ભારતમાં પોતાનું સંચાલન કરવા, બિઝનેસ કરવા અને સાથે જ નફો કરાવવાનું પણ સ્વાગત કરે છે. જો કે આ કંપનીઓને ભારતના બંધારણ અને કાયદા પ્રત્યે જવાબદાર બનવુ પડશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો