GSTV
Gujarat Government Advertisement

એલર્ટ/ આ સરકારી બેંકોમાં છે તમારું અકાઉન્ટ તો તુરંત કરો આ કામ, નહિ તો પૈસાની લેન-દેનમાં થશે પરેશાની

અકાઉન્ટ

Last Updated on February 27, 2021 by

1 માર્ચ 2021થી અનેક નિયમો બદલવાના છે. ખાસ કરીને બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકે આ અંગે જાહેરાત કરી છે. એટલા માટે આજે અમે તમને આ અંગે મહત્વની જાણકારી આપી રહ્યા છીએ. પંજાબ નેશનલ બેંકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ટ્વિટ કરી જણાવ્યું કે, ગ્રાહકોએ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેક બુક અને IFSC/MICR કોડ 31 માર્ચ 2021 સુધી કામ કરશે.

Work From Home

આવો જાણીએ આ અંગેની જાણકારી

બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે, ઈ-વિજયા અને ઈ-દેનાના IFSC કોડ પહેલાના હશે તે નહીં ચાલે અને 1 માર્ચ 2021થી તે બંધ થઈ જશે.

બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને કહ્યું કે, નવો IFSC કોડ લેવો ખુબ સરળ છે. બેંકે આ અંગે સરળ પ્રક્રિયા જણાવી છે.

ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે, નવો કોડ લેવા માટે બેંકની વેબસાઈટ પર જાવ અથવા મેસેજનો સહારો લ્યો, બેંકે તેના માટે ટોલ ફ્રી નંબર પણ આપ્યો છે જે 18002581700 છે. નવા IFSC કોડ માટે બેંક તરફથી મોબાઈલ નંબર 8422009988 આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંક મર્જ થઈ ચુકી છે. એટલા માટે હવે તેનો કોડ ચાલશે નહીં. જો કોઈ જૂનો કોડનો ઉપયોગ કરશે તો પૈસા ટ્રાંસફર નહીં થાય. દેશની ત્રીજી સૌથી મોટી બેંક છે.

પંજાબ નેશનલ બેંકે બદલ્યા નિયમો

બેંક ઓફ બરોડા ઉપરાંત પંજાબ નેશનલ બેંકે રણ IFSC સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. પંજાબ નેશનલ બેંક પોતાની સહયોગી બેંકો ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના જૂની ચેકબુક અને IFSC અથવા MICR કોડમાં ફેરફાર કરવા જઈ રહી છે.

જો કે, 31 માર્ચ સુધી જૂના કોડ કામ કરશે પરંતુ બેંકે પોતાના ગ્રાહકોને કહ્યું છે કે નવો કોડ લેવો નહીં તો બાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. 31 માર્ચ સુધી કોઈ પણ સંજોગોમાં નવો IFSC કોડ અને ચેકબુક લેવા માટે PNBના ગ્રાહકોના નામે એક ટ્વિટ કરવામાં આવ્યું છે.

PNB અનુસાર, જુના IFSC કોડને બદલવામાં આવ્યો છે. 31 માર્ચ 2021 બાદ આ કોડ કામ કરશે નહીં. જો કોઈ જૂના કોડનો ઉપયોગ કરશે તો પૈસા ટ્રાંસફર નહીં થાય.

ઓનલાઈન ટ્રાંઝેક્શન માટે બેંક અકાઉન્ટ નંબર સાથે બેંકનો IFSC એટલે કે ઈન્ડિયન ફાઈનાન્સિયલ સિસ્ટમ કોડ એક કરવો પડશે. ભારતમાં બેંકની સંખ્યા ખૂબ વધુ છે અને આ સ્થિતિમાં તમામ બેંકની બ્રાંચને યાદ રાખી શકાય નહીં.

એટલા માટે RBIએ આ મુશ્કેલીને દૂર કરવા માટે બેંકની તમામ બ્રાંચને એક કોડ આપ્યો છે. બેંકની કોઈ પણ બ્રાંચને તે કોડ દ્વારા ટ્રેક કરી શકાય છે.

IFSC કોડ 11 અંકનો હોય છે. IFSC કોડમાં શરૂના 4 અક્ષર બેંકનું નામ દર્શાવે છે. IFSC કોડનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ દરમ્યાન આપવામાં આવશે.

IFSC કોડનો ઉપયોગ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર અને રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં કરી શકે છે.

IFSC કોડને તમે અનેક પ્રકારે શોધી શકો છો. IFSC કોડને તમે વેબસાઈટ, બેંક અકાઉન્ટ અને ચેકબુક દ્વારા જાણી શકો છો. કોઈ પણ વ્યક્તિ બેંકની વેબસાઈટ પર જઈ IFSC કોડ અંગે જાણકારી મેળવી શકે છે.

આ ઉપરાંત બેંક અકાઉન્ટની પાસબુકના પ્રથમ પેઝ પર તમને અકાઉન્ટ નંબર, એડ્રેસ, બ્રાંચ કોડ, IFSC કોડ અને ખાતાધારકનું નામ જેવી જાણકારી ઉલબ્ધ રહેશે.

ચેકબુક દ્વારા તમે પણ IFSC કોડ જાણી શકો છો. કોઈ પણ ચેકબુકમાં IFSC કોડ ઉપર લખેલો હોય છે તો અમૂકમાં તે નીચે તરફ લખેલો હોય છે.

બેંકનું કહેવું છે કે જૂનો MICR કોડ હવે કામ નહીં કરે. તમને જણાવી દઈએ કે, OBC, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાનું PNBમાં મર્જર થયું છે. હવે આ બન્ને બેંકોનું અસ્તિત્વ ખતમ થઈ ચૂક્યું છે. આ બંને બેંકોના ગ્રાહકો PNBમાં શિફ્ટ થયા છે એટલા માટે નિયમો બદલાયા છે.

MICR કોડને મેગ્નેટિક ઈંક કેરેક્ટર રિક્નિશન હોય છે. જેમ તમે તેના નામ પરથી જ સમજી શકો છો.

આ કેરેક્ટર રિક્નિશન પર આધારિત હોય. તેનો ઉપયોગ બેંકની ચેક બુક પર હોય છે. ઘણી વખત કોઈ ચેક પર MICR કોડ લખેલો જોયો હશે.

MICR કોડ ચેટ પર મેગ્નેટિક ઈંક દ્વારા પ્રિંટ કરવામાં આવે છે. તેના મુખ્ય રૂપથી એક સિક્યોરિટી  બારકોડની જેમ ટ્રાંઝેક્શનને પ્રોટેક્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

MICR કોડ 9 અંકનો હોય છે. દરેક બેંક બ્રાંચને પોતાના અલગ એક યૂનિક MICR કોડ હોય છે. MICR કોડના 9 અંકોમાં પહેલા 3 શહેરનું નામ દર્શાવે છે. તે પછીના ત્રણ બેંકનું નામ અને અંતિમ 3 અંક બેંક બ્રાંચ અંગે હોય છે.   

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો