Last Updated on February 27, 2021 by
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, GOOGLE, FACEBOOK, TATA, AMAZON, HDFC BANK, કોટક મહિન્દ્રા બેંક સહિત અનેક ફાઈનાન્સિયલ કંપનીઓ ટૂંક સમયમાં ભારતના ડિઝિટલ પેમેન્ટ બજારમાં પ્રવેશ કરશે. રિઝર્વ બેંકે હાલમાં જ ન્યૂ અંબ્રેલા એંટિટી એટલે NUE માટે એપ્લિકેશન ભરવાની તારીખ વધારી 31 માર્ચ સુધી કરી દીધી છે. આ પહેલા એપ્લિકેશન ભરવાની તારીખ 26 ફેબ્રુઆરી સુધીની હતી. NUEની મદદથી આ કંપનીઓ UPI હેઠળ પેમેન્ટ નેટવર્ક તૈયાર કરી શકશે. તેનાથી ડિઝિટલ પેમેન્ટ માર્કેટમાં કોમ્પિટિશન વધશે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ન્યૂ અંબ્રેલા એંટિટી માટે કંસોર્ટિયમ ઓફ કંપનીઝ રેસમાં છે. જેમ રિલાયન્સ, INFIBEAM AVERNUES, ગૂગલ અને ફેસબુક મળી NUE રેસમાં છે. ટાટા ગૃપ સાથે HDFC બેંક, કોટક મહિંદ્રા બેંક, માસ્ટકાર્ડ, PAYU એકસાથે કંસોર્ટિયમમાં છે. એમેઝોન, ICICI બેંક, એક્સિસ બેંક, પાઈન લેબ્સ, બિલડેસ્ક અને વીઝા કાર્ડ એકસાથે કંસોર્ટિયમમાં છે. PAYTM, ઈન્ડસઈન્ડ બેંક, ઓલા ફાઉન્ડેશન, સેંટ્રમ ફાઈનાન્સ, જેટાપે અને EPS એકસાથે કંસોર્ટિયમમાં છે.
કોઈ પણ સરકારી બેંકે ન દાખવી રુચિ
રિપોર્ટ અનુસાર, પબ્લિક સેક્ટરના એક પણ બેંકે NUEને લઈને રુચિ દાખવી નથી. કોઈ પણ સરકારી બેંક પેમેન્ટ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચરને વિકસીત કરવા માટે પોતાની રુચિ દાખવી નથી. ન્યૂ અંબ્રેલા એંટિટીને લઈને બેંકર્સે કહ્યું કે તેમના આવવાથી UPI અને IMPSનો ઈન્ફ્રા વધુ મજબૂત થશે. આ કંપનીઓ પોતાના માટે અલગ પેમેન્ટ પ્લેટફોમ તૈયાર કરશે નહીં.
બે NUEને રિઝર્વ બેંક જાહેર કરી શકે છે લાયસન્સ
અલગ-અલગ કંસોર્ટિયમ પોતાના પ્રપોઝર પર કામ કરી રહી છે. તે રિઝર્વ બેંકને આ વાત અંગે ઈમ્પ્રેસ કરવામાં લાગી છે. કે કોઈ પ્રકારે ડિઝિટલ ઈકોનોમીને પ્રમોટ કરે અને વધુમાં વધુ લોકોને આ પ્લેટફોર્મ સાથે જોડવાનું કામ કરે. અલગ-અલગ કંપનીઓના રિપ્રજેંટેટિવ સેન્ટ્રલ બેંકના અધિકારીઓના સંપર્કમાં છે. આ ઉપરાંત નિયમન સંબંધ કામ પણ ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે એપ્લિકેશન જમા થયા બાદ રિઝર્વ બેંક ઓછામાં ઓછા 6 મહિના માટે તેમના પ્રસ્તાવ પર સ્ટડિ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, રિઝર્વ બેંક 2 NUE ને લાયસન્સ આપશે. રિઝર્વ બેંક સામે ડેટા સિક્યોરિટીનો મોટો મુદ્દો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31