GSTV
Gujarat Government Advertisement

રસાકસી/ બંગાળમાં ભાજપના ચૂંટણી રથમાં તોડફોડ : ચૂંટણીનું રણશિંગુ ફુંકાવાની સાથે જ ઘમસાણ તેજ, એલઈડી ટીવીમાં ભારે તોડફોડ

Last Updated on February 27, 2021 by

5 રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ તેની સૌથી વધારે અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. કોલકાતામાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદની પ્રથમ હિંસાની ઘટના પણ સામે આવી છે. કડાપારા વિસ્તારમાં કેટલાક અજ્ઞાત લોકોએ ભાજપ વિરૂદ્ધનો રોષ ઉતારવા માટે મોડી રાતે પરિવર્તન રથ પર હુમલો કર્યો હતો. જો કે, ભાજપે ટીએમસીના કાર્યકરો સામે હુમલાનો આક્ષેપ કર્યો છે અને તેમની ગાડીઓ તેમાં લાગેલા એલઈડી ટીવીમાં ભારે તોડફોડ થઈ હોવાનો દાવો કર્યો છે.

ચૂંટણીનું રણશિંગુ ફુંકાવાની સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચેનું ઘમસાણ તેજ  

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું રણશિંગુ ફુંકાવાની સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચેનું ઘમસાણ તેજ થયું છે. મોડી રાતે થયેલી આ હિંસક ઘટના બાદ બંને દળ વચ્ચેની અથડામણને ફરી હવા મળી છે. ચૂંટણી પંચે બંગાળમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરી તે સાથે જ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ડર્યા વગર રાતે 11 વાગે ભાજપના કડાપારા ગોડાઉનમાં ઘૂસીને LED ગાડીઓમાં તોડફોડ કરી હતી અને LED કાઢીને લઈ ગયા હતા.

શુક્રવારે ચૂંટણી પંચે બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી

બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે આ ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો હતો અને ‘કદાચ ગુંડાઓએ ચૂંટણી પંચને પડકાર આપ્યો છે’ તેવી ટેગલાઈન લખી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ચૂંટણી પંચે બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 8 તબક્કામાં ચૂંટણી યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હિંસક ઘટનાઓ પર લગામ કસવાનો હતો પરંતુ બંને પક્ષ વચ્ચે જે રસાકસી જામી છે તેમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો