GSTV
Gujarat Government Advertisement

ગાંધી પરિવારને નડશે G -23/ કોંગ્રેસના બળવાખોરોનું બન્યું જૂથ : જાણી લો આ 23 નેતાઓમાં કોણ કોણ કરે છે ગાંધી પરિવારનો વિરોધ

Last Updated on February 27, 2021 by

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય થઈ ગઈ છે પરંતુ ત્યાર બાદ તે અનેક કાર્યક્રમોમાં જોવા મળે છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આજે જમ્મુમાં એકત્રિત થઈ રહ્યા છે. આ એ જ નેતાઓ છે જેમણે કોંગ્રેસના ટોચના નેતૃત્વ સામે સવાલો ઉભા કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીના જી -23 નેતાઓનું જૂથ હવે દેશવ્યાપી “સેવ ધ આઈડિયા ઓફ ઇન્ડિયા” અભિયાન શરૂ કરી રહ્યું છે. આ માટે શનિવારે જમ્મુથી રેલીઓ અને જાહેર સભાઓ શરૂ થઈ રહી છે, જ્યાં પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ (ગુલામ નબી આઝાદે) બધાને આમંત્રણ આપ્યું છે. ગુલામ નબી આઝાદનો પણ કોંગ્રેસના જી -23 માં સમાવેશ થાય છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, કોંગ્રેસના 23 નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખીને સક્રિય નેતૃત્વ અને વ્યાપક સંગઠનાત્મક પરિવર્તનની માંગ કરી હતી. ચાલો સમજીએ કે કોંગ્રેસની અંતર્ગત જી -23 શું છે અને તે કેવી રીતે શરૂ થયું.

ગાંધી પરિવારનો પડકાર

જી -23 ના નેતાઓ દ્વારા લખાયેલ પત્રને કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીના નેતૃત્વ અને ખાસ કરીને ગાંધી પરિવાર માટે પડકાર તરીકે લીધો હતો. ઘણા નેતાઓએ ગુલામ નબી આઝાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ આઝાદ અને સિબ્બલે પક્ષની કામગીરીની શૈલીની ખુલ્લેઆમ ટીકા કરી હતી. તેઓએ વ્યાપક પરિવર્તનની માંગ કરી હતી. આ પછી, તે ફરીથી કોંગ્રેસના ઘણા નેતાઓના નિશાના હેઠળ આવ્યા છે.

કોંગ્રેસ જી -23માં જાણો કોણ કોણ છે સામેલ

  1. ગુલામ નબી આઝાદ
  2. કપિલ સિબ્બલ
  3. શશી થરૂર
  4. મનીષ તિવારી
  5. આનંદ શર્મા
  6. પીજે કુરિયન
  7. રેણુકા ચૌધરી
  8. મિલિંદ દેવડા
  9. મુકુલ વાસનિક
  10. જિતિન પ્રસાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન
  11. ભૂપેન્દ્રસિંહ હૂડા
  12. રાજીન્દર કૌર
  13. એમ. વીરપ્પા મોઇલી
  14. પૃથ્વીરાજ ચવ્હાણ
  15. અજયસિંહ
  16. રાજ બબ્બર
  17. અરવિન્દર સિંહ લવલી
  18. કૌલસિંહ ઠાકુર
  19. અખિલેશ પ્રસાદસિંહ
  20. કુલદીપ શર્મા
  21. યોગાનંદ શાસ્ત્રી
  22. સંદીપ દિક્ષિત
  23. વિવેક તન્ખા

ગ્લોબલ ફેમિલી નામના એક એનજીઓ કાર્યક્રમમાં સ્ટેજ શેર કરશે

ટોચના નેતૃત્વ સામે સવાલ કરનારા વરિષ્ઠ નેતાઓમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા, યુપી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજ બબ્બર, પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને કપિલ સિબ્બલ આ બેઠકમાં સામલે થશે. કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી અને રાજ્યસભાના સાંસદ વિવેક તન્ખા પણ આ બેઠકમાં સામેલ થાય તેવી સંભાવના છે. આ તમામ નેતાઓ જમ્મુ ખાતે આયોજિત ગ્લોબલ ફેમિલી નામના એક એનજીઓ કાર્યક્રમમાં સ્ટેજ શેર કરશે. ગુલામ નબી આઝાદ આ NGOના પ્રમુખ છે. પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કામકાજ અને નેતૃત્વને લઈ ફરી સવાલો કરે તેવી આશંકા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી નથી મળી અને તેની કોઈ પૃષ્ટિ પણ નથી થઈ.

રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉત્તર અને દક્ષિણને લઈ કોમેન્ટ કરી હતી

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉત્તર અને દક્ષિણને લઈ કોમેન્ટ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ નિવેદનને લઈ ખુશ ન હોવાનું માનવામાં આવે છે. આ તરફ ગુલામ નબી આઝાદ પોતાનું નામ રાજ્યસભા માટે ફરી નોમિનેટ ન કરાયું તેને લઈને પણ પાર્ટીથી નારાજ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો