Last Updated on February 27, 2021 by
જો તમને લાગતું હોય કે તમારા ચહેરા, ગરદન અને પીઠ પર થનાર પિંપલની સમસ્યા માત્ર હોર્મોન્સ સાછે જોડાયેલ છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે, આ સ્કિન પ્રોબ્લેમ્સનું કારણ આંતરીક અને બાહ્ય બન્ને હોય છે. જો હોર્મોન્સ અને જે-તે ખાનપાનને કારણે પિંપલ્સ અને એકને થાય છે. તો ઘણી વખત સારા મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવાના કારણે, મેકઅપ બ્રશના કારણે અથવા પોલ્યૂશનના કારણે પણ આ પ્રકારની સમસ્યા થઈ શકે છે.
અહીં આપવામાં આવેલ જાણકારીના આધારે તમને એ જામવામાં સુવિધા થશે કે તમારી સમસ્યાનું સાચું કારણ શું છે જેથી તેને દૂર કરી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.
જ્યાં સુધી કોન્ટ્રાસેપ્ટિક પિલ્સ ખાવી
જો તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો અને પ્રેગ્નેન્સીથી બચવા માટે જ્યાં સુધી પિલ્સ લ્યો છો તો તમે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે સુંદરતાને પણ ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છો. કારણ કે આ પિલ્સને આવી રીતે લેવાથી તમારા શરીરની અંદર બનતા હોર્મોન્સના ઉત્પાદન પર ખરાબ અસર પડે છે. તેનાથી હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે.
જેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. ક્યારેક એકને, પિંપલ્સ, બંપ્સ તો ક્યારેક ઓઈલી તો ક્યારેડ ડેડ સ્કિન જેવી સમસ્યોઓ તમને ઘેરી લે છે. તમને જણાવી દઈએ કે જ્યારે તમે કોઈ પ્રકારની ભૂલ એક વખત કરો છો તો તેની ભરપાઈ તમારા શરીરને લગભગ 3 મહિના સુધી કરવી પડે છે.
આ છે સમાધાન
હવે આવામાં તમારા મનમાં એ સવાલ હશે કે ગર્ભથી બચવા માટે શું કરવું જોઈએ. તો તેનો સુરક્ષિત ઉપાય છે નિયમિત રીતે લેવામાં આવતી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અથવા મહિનામાં એક વખત લેવામાં આવતી દવાઓ. તેમજ કોન્ડમ જેવી અન્ય રીતો પણ છે.
દરરોજ અને માસિક લેવામાં આવતી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સમાં હોર્મોન્સનો ખૂબ હલ્કો ડોઝ હોય છે. જે તમારા શરીરની અંદર હોર્મોનલ અસંતુલને પ્રમોટ કરતી નથી. એટલા માટે તમારા શરીર પર એકાએક હોર્મોનલ અસંતુલનનો દબાલ નાખવા કરતા સારું છે કે તમે માઈલ્ડ ડોઝ લ્યો. કારણ કે, આ સમસ્યાથી માત્ર ત્વચા જ નહીં પરંતુ તમારા વાળ પણ ખરાબ થાય છે.
સમયસર શેમ્પુ ન કરવું
જો તમે સમયસર શેમ્પુ નથી કરતા. વાળની સફાઈનું ધ્યાન નથી રાખતા અથવા તમારા વાળમાં દરેક સમયે ઓઈલ અને ડેન્ડ્રફની સમસ્યા રહે છે તો આ કારણોસર તમારી ત્વચામાં એકને અને પિંપલ્સની શરૂઆત થઈ શકે છે.
એટલા માટે ક્લીન સ્કિન માટે જરૂરી છે કે તમે તમારા હેર સ્કેલ્પને ક્લીન રાખો. સમય પર શેમ્પુ કરો અને થોડી થોડી વારે વાળ તથા ચહેરેને અડવાની આદત પર નિયંત્રણ કરો. કારણ કે, એકને અને પિંપલ સ્કિન ઈન્ફેક્શનના કારણે પણ ફેલાય છે.
મેકઅપ બ્રશના કારણે થાય છે પિંપલ્સ
તમને જણાવી દઈએ કે ચહેરા પર પિંપલ અને એકને થવાનું એક કારણ મેકઅપ બ્રશ પણ હોય શકે છે. જો તમે સમયાંતરે તમારા મેકઅપ બ્રશને બરાબર રીતે સાફ નથી કરતા તો તેમાં ફેક્ટેરિયા અને ફંગસ થઈ શકે છે. જે એક નજરમાં જેવાથી દેખાતા નથી પરંતુ ત્વચામાં ઈન્ફેક્શન થાય છે.
ત્યાં સુધી કે વરસતા વરસાદમાં મેકઅપ લગાવ્યા વગર બ્રશમાં પણ બેક્ટેર્યા થઈ શકે છે. એટલા માટે આ સમસ્યાથી બચવા માટે સારુ છે તમે મેકઅપ કરતા પહેલા દરેક વખતે બ્રશ ક્લીન કરો. જેથી સ્કીન બેક્ટેરિયા પ્રોન ઈન્ફેક્શન થવાની શક્યતા બચતી નથી.
ફેશિયલ ટેક્નિક બરાબર ન હોવી
જો તમે હંમેશા એક સારા પાર્લરમાં જાવ છો અને સ્કિન ટ્રિટમેન્ટ કરાવો છો છતા પણ તમને એકને અને પિંપલ્સની સમસ્યા ઘેરી શકે છે. પછી ભલે તમે એમ ક્યો કે તમે સારા પ્રોડક્ટ્સનું ફેશિયલ કરાવ્યું છે.
હકીકતમાં પાર્લરમાં હાઈજીન અને પ્રોડક્ટ્સ બંનેની ક્વોલિટી સારી હોવા છતાં પણ તમને પિંપલ અથવા એકનેની સમસ્યા થઈ શકે છે. જો ફેશિયલ કરનારને આ વાતની સાચી જાણકારી ના હોય કે મૂવ્સ કેવા હોવા જોઈએ જેથી ત્વચામાં સીબમ બનાવનાર ગ્લેંડને નુકસાન પહોંચે છે અને ત્વચાની ક્લિનિંગ પણ સારી રીતે થઈ જશે.
ઋતુના બદલવાથી એકને થાય છે
જો તમને એકનેની સમસ્યા માત્ર ત્યારે જ થાય છે જ્યારે ઋતુ બદલાતી હોય. અથવા બદલતી ઋતુ દરમ્યાન તમે તમારી ત્વચાની કાળજી રાખી શકતા નથી. જેવી રીતે રાખવી જોઈએ.
જો તમારી સાથે આવી સમસ્યા થાય છે તો તમારે સૌ પ્રથમ ફેસવોશ બદલવું જોઈએ. જો તમે શરદીથી ગરમીની સીઝનમાં પ્રવેશી રહ્યા છો તો જેંટલ અને હર્બલ મોઈશ્ચરાઈઝિંગ યુક્ત ફેસવોશનો ઉપયોગ કરો.
એકને થવાનું એક કારણ લેસર પણ છે
ઘણા લોકોને લેસર ટેક્નિકના ઉપયોગ બાદ એકનેની સમસ્યા થઈ જાય છે. કારણ કે લેસર ટ્રીટમેન્ટ દરમ્યાન ત્વચાને હીટ આપે છે. સિબેસિયસ ગ્લેંડ્સ ઉત્તેજીત થઈ જાય છે. અને તમારા ચહેરા પર એકનેની સમસ્યા ઝડપથી વધી શકે છે.
અર્યાપ્ત આહાર લેવો
અપર્યાપ્ત આહારનો મતલબ ઓછું જમવું અથવા ભૂખ્યા રહેવા સાથે નથી પરંતુ તમારા ભોજનમાં સંતુલનના અભાવ સાથે છે. એટલે કે તમે એવું ડાયેટ લ્યો છો જેમાં વિટામિન, મિનરલ્સ છે તો પરંતુ જરૂરી માત્રામાં ફેટ નથી તો તમને પરેશાની થઈ શકે છે.
જો તમને ભાજનમાં કેલશિયમ અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ તો છે પરંતુ આયરન યુક્ત ભોજ્ય પદાર્થનો અભાવ હોય તો તમને એકને, પિંપલ્સ, ત્વચામાં સોજો, રિંકલ્સ, ત્વચા ઢીલી પડવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31