GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ 1 માર્ચથી બદલાઈ રહ્યા છે આ બે બેન્કના IFSC કોડ, જાણી લો બેન્કના નવા નિયમ

બેન્ક

Last Updated on February 27, 2021 by

સરકારી બેન્ક, બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. હાલ દેના બેન્ક અને વિજય બેન્ક બેન્ક ઓફ બરોડામાં મર્જ થઇ ગઈ છે. પહેલી માર્ચથી આ બંને બેંકોને IFSC કોડ બદલાઈ ગયો છે, એવામાં બંને બેંકોના ગ્રાહકો પોતાનો IFSC કોડ જરૂર જાણી લેય. વગર IFSC કોડ તમે બેન્કમાં લેવડ-દેવળથી સંબંધીત કામ નહિ કરી શકો.

1 માર્ચથી જૂના IFSC કોડ કામ નહિ કરે. એવામાં જો તમે હજુ સુધી તમારો નવો IFSC કોડ જાણ્યો નથી તો હમણાં જ જાણી લેવો. બેંકે ટ્વીટ કરી આ જાણકારી આપી છે દેના બેન્ક અને વિજયા બેન્કના ગ્રાહક, જો હવે બેન્ક ઓફ બરોડાના ગ્રાહક બની ચુક્યા છે તેઓ નવો IFSC કોડ મેળવી લે.

આ નંબર પર મેળવી શકાય છે જાણકારી

બેન્ક ગ્રાહક 1800 258 1700 પર ફોન કરી અથવા નજીકની બ્રાન્ચમાં IFSC કોડ લઇ શકે છે.

ક્યારે પડે છે IFSC કોડની જરૂરત

IFSC કોડની જરૂરત ઓનલાઇન ટ્રાન્જેકશન, ડિજિટલ પેમેન્ટ માટે અને બીજા બેન્ક એકાઉન્ટ જોડવા માટે બેન્ક એકાઉન્ટ સાથે આ કોડની જરૂરત પડે છે. જો તમારી પાસે નવો IFSC કોડ નથી તો તમે ઓનલાઇન બેન્કિંગ નહિ કરી શકો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો