GSTV
Gujarat Government Advertisement

અજમાવો નસીબ/ 2025 સુધીમાં સૌથી વધુ નોકરી હશે આ ફિલ્ડમાં, દેશમાં દેશ-વિદેશની કંપનીઓ આપી રહી છે સૌથી વધુ પગાર

ડિજિટલ

પુરી દુનિયામાં આવતા 4-5 વર્ષમાં 3.9 અબજો લોકોને ડિજિટલ સ્કિલની ટ્રેનિંગ આપવાની જરૂરી હશે. ભારતમાં 2025 સુધી ડિજિટલ સ્કિલ્ડ કર્મચારીઓની જરૂરત 9 ગણી વધુ જશે. ભારતમાં એવરેજ કર્મચારીઓને 2025 સુધી ટેક્નોલોજી અપડેશન અને ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ અનુસાર સાત નવી ડિજિટલ સ્કિલ્સ શીખવી પડશે. આ જાણકારી એક સર્વેમાં કરવામાં આવી છે.

રિસર્ચ રિપોર્ટમાં આપવામાં આવેલી જાણકારી

એમેઝોન કંપની એમેઝોન વેબ સર્વિસીઝ ઇન્ક(AWS)ની રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે ભારતમાં ડીઝીટલ સ્કિલથી લેસ કર્મચારીની સંખ્યા કુલ કર્મચારીની તુલનામાં 13% છે. AWSની રિપોર્ટ મુજબ, ડિજિટલ સ્કિલ્સ મેન્યુફેક્ચરિંગ અને એજ્યુકેશન જેવા ગેર ટેક્નિકલ ક્ષેત્ર માટે જરૂરી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્લાઉડ આર્કિટેક્ટ ડિઝાઇન અને ઓરીજનલ ડિજિટલ કન્ટેન્ટ જેવા સોફ્ટવેર અને વેબ એપ્લિકેશન બનાવવાની ક્ષમતા જેવી ડિજિટલ સ્કિલ્સની 2025 સુધી ઘણી ડિમાન્ડ હશે.

આગળ વધુ સ્કિલ્સની જરૂરત હશે

મેન્યુફેક્ચરિંગના ડિજિટલ વર્કર્સનું માનવું છે કે તેમને આગળ આ સ્કિલ્સની જરૂરત પડશે. એજ્યુકેશન સેક્ટરમાં ડિજિટલ સિક્યોરિટીને વિકસિત કરવાની ક્ષમતા, સાઇબર ફોરેન્સિક ટુલ્સ અને ટેક્નિકની મહત્વની સ્કિલ્સ હશે. ઇન્ટરનેટના વધતા ઉપયોગને જોતા આ સુનિશ્ચિત પણ કરવું જરૂરી છે કે સ્કૂલ , ટીચર અને સ્ટુડન્ટ્સ સાઇબર અટેકથી બચાવ માટે સક્ષમ હોય.

76% ડિજિટલ કર્મચારીઓને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં હશે ટ્રેનિંગની જરૂરત

રિપોર્ટ અનુસાર, ભારતમાં હજુ પણ 76% ડિજિટલ કર્મચારીઓને ક્લાઉડ કોમ્પ્યુટર ટ્રેનિંગની ઉમ્મીદ છે. ડિજિટલ કર્મચારીને પોતાની નોકરી પુરી યોગ્યતા સાથે કરવા માટે આ ટેક્નિકમાં માહિર થવું ખુબ જરૂરી હશે. ભારતમાં સૌથી વધુ માંગ વાળા સેક્ટરમાં ક્લાઉડ આર્કિટેક્ચર ડિઝાઇન, સોફ્ટવેર ઓપરેશન સપોર્ટ, વેબસાઈટ/ગેમ/સોફ્ટવેર ડેવલપમેન્ટ વગેરે સામેલ છે.

એડ્યુકેશનમાં પણ વધી રહી છે ડિજિટલ વર્કરની માંગ

AWS ઇન્ડિયા તેમજ એશિયામાં પબ્લિક સેક્ટર પ્રેસિડેન્ટ રાહુલ શર્માનુ કહેવું છે કે આ રિસર્ચ ગેર ટેક્નિકલ ક્ષેત્રે જેવા કે મેન્યુફેક્ચરિંગ અને એજ્યુકેશન સેક્ટરમાં પણ ડિજિટલ વર્કરની વધતી માંગ દેખાય છે. AWS વધુ વિદ્યાર્થી અને કર્મચારીઓને ક્લાઉડ સ્કિલ્સની ટ્રેનિંગ આપી રહ્યાં છે. ક્લાઉડ સ્કિલથી લેસ કર્મચારીઓના માધ્યમથી ઇનોવેશનમાં તેજી આવશે અને ભારતના પ્રોડક્સ્ટ્સ વિશ્વના અન્ય દેશોના મુકાબલે વધુ સારી રીતે પ્રતિસ્પર્ધા કરી શકશો.

આ રિપોર્ટમાં કર્મચારી તરફથી નોકરીઓનો ઉપયોગ કરવામાં આવી રહેલ ડિજિટલ સ્કિલ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત એશિયા-પ્રશાંતના 6 દેશોમાં અલગ પાંચ વર્ષમાં જે ડિજિટલ સ્કિલ્સની કર્મચારીને જરૂરત હશે, એનું પણ રિપોર્ટમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો