Last Updated on February 27, 2021 by
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના 44 કરોડથી વધુ ગ્રાહકોને UPI ફ્રોડથી એલર્ટ કર્યા છે. SBIએ પોતાના ટ્વિટર હેંડલ પર ગ્રાહકોને સાવધાન કર્યા છે. બેંકે કહ્યું કે, જો તમને UPI દ્વારા ખાતામાંથી પૈસી ડેબિટ કરવાનો SMS એલર્ટ મળે જે તમારા દ્વારા નહિં કરવામાં આવ્યું નથી તો એલર્ટ થઈ જાવ. આ SBI એ કહ્યું કે, આ સુજાવનું પાલન કરો અને સતર્ક રહો.
SBIએ ટ્વિટ કરી પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંકે કહ્યું કે, જો તમારા દ્વારા UPI ટ્રાંજેક્શન કરવામાં આવ્યું નથી અને પૈસા ડેબિટ થયાનો SMS મળ્યો છે. તો સૌ પ્રથમ UPI સર્વિસ ડિસેબલ એટલે બંધ કરાવો. બેંકે UPI સર્વિસ બંધ કરાવવા અંગે જાણકારી આપી છે.
જણાવી દઈએ કે, ઓનલાઈન ફ્રોડના વધતા કેસને ધ્યાનમાં રાખીને SBI સમયે સમયે ગ્રાહકોને સતર્ક કરે છે. આ પહેલા બેંકે ઈંસ્ટેંટ લોન એપ અંગે ગ્રાહકોને એલર્ટ કર્યા હતા. એવી કોઈ પણ ઈંસ્ટેન્ટ એપ જે તમને કોઈ પણ ડોક્યૂમેન્ટ વગર માત્ર 2 મિનિટમાં લોન આપવાનો દાવો કરે છે તો તેનાથી બચો. ઘણી વખત લોકો આ પ્રકારની લોન લેતા હોય છે. પરંતુ મોટો વ્યાજદર આપવો પડે છે.
કેવી રીતે ડિસેબલ કરવી UPI સર્વિસ
બેંકે UPI સર્વિસ બંધ કરવાની ટિપ્સ જણાવી છે. જેમાં ગ્રાહકે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109 પર કોલ કરી UPI સર્વિસ બંધ કરી શકે છે. અથવા તો UPI નંબર 1800-425-3800/1800-11-2211 પર પણ ફોન કરી શકો છો. આ ઉપરાંત https://cms.onlinesbi.sbi.com/cms/ પર સરળતાથી ફરીયાદ નોંધાવી શકો છો. ત્યાં જ 9223008333 નંબર પર SMS મોકલી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31