Last Updated on February 26, 2021 by
ભારતીય ટીમના ફાસ્ટ બોલર આર વિનય કુમારે આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેણે શુક્રવારે એક ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. વિનય કુમાર ભારત તરફથી એક ટેસ્ટ, 31 વન ડે, અને 9 ટી 20 મેચ રમી ચુક્યો છે. ટીમ ઈન્ડિયાની જર્સીમાં છેલ્લે તે નવેમ્બર 2013માં મેદાનમાં ઉતર્યો હતો.
પોતાની આ અંતિમ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 ઓવરમાં એક વિકેટ લઈને 102 રન આપ્યા હતા. બેંગલુરૂમાં રમાયેલી આ મેચમાં ઓપનર રોહિત શર્માએ પોતાની વન ડે કરિયરના પહેલી બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માની બેવડી સદીના જોરે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની સામે 57થી જીત મેળવી હતી.
Thankyou all for your love and support throughout my career. Today I hang up my boots. ??❤️ #ProudIndian pic.twitter.com/ht0THqWTdP
— Vinay Kumar R (@Vinay_Kumar_R) February 26, 2021
આર વિનય કુમારે 31 વન ડેમાં 37.44ની સરેરાશ એવરેજ સાથે 38 વિકેટ લીધી હતી. તો વળી 9 ટી 20માં 24.70ની સરેરાશ એવરેજથી 10 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં તેણે 1 વિકેટ પોતાના નામે કરી હતી.
કર્ણાટકના આ 37 વર્ષિય ક્રિકેટરને ત્રણેય ફોર્મેટમાં રમવાનો મોકો મળ્યો હતો. વિનય કુમારે 2010માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી વન ડે ફોર્મેટમાંથી ડેબ્યુ કર્યુ હતું. આ મેચમાં રોહિત શર્માએ પોતાના કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 119 બોલમાં 114 રન બનાવ્યા હતા. જો કે, ઝિમ્બાબ્વે આ મેચ 6 વિકેટે જીતી ગયુ હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31