GSTV
Gujarat Government Advertisement

ચેતી જાજો / હાર્ટ પ્રોબ્લેમ વધારનારી આ સાત વસ્તુઓ બાબતે તમે છો સાવ અજાણ, આ બાબતોને નજર અંદાજ ના કરો

Last Updated on February 26, 2021 by

હાર્ટની બીમારીઓ માંસપેશિઓ, વાલ્વ, ધબકારા, કાર્ડિયોમાયોપૈથી અને હાર્ટ ફેલ્યોરથી જોડાયેલી હોય છે. કેટલાક ગંભીર મામલામાં રક્તવાહિનીઓ પ્રભાવિત હોય છે. ધમનીઓ સખત થઈ જાય છે અને સ્ટ્રોક આવે છે. અનહેલ્ધિ ફૂડ, એક્સરસાઈઝ ન કરવી અને બહુ વધારે સ્મોકિંગ હાર્ટની બીમારીઓમાં મુખ્ય માનવામાં આવે છે. પરંતુ એના કેટલાક અન્ય કારણો પણ છે જેના બાબતે બહુ ઓછા લોકોને ખબર હોય છે. હાર્ટની બીમારી લાવતી આ બાબતોને પણ નજર અંદાજ ન કરો.

ટ્રાફિકનો ઘોંઘાટ બ્લડ પ્રેશર વધારે

લગભગ 50 ડેસીમલનો અવાજ શરીર પર ખરાબ અસર પાડે છે. ટ્રાફિકનો ઘોંઘાટ બ્લડ પ્રેશર વધારે છે. જેના કારણે હાર્ટએટેક આવી શકે છે. દર 10 ડેસીબલ વધવા સાથે હાર્ટની બીમારી અને સ્ટ્રોક વધવાની સંભાવના અનેકગણી વધી જાય છે. આ વસ્તુઓ બતાવે છે કે તમારું શરીર તણાવ પર કેવી પ્રતિક્રિયા આપે છે.

માઈગ્રેનની સમસ્યામાં સ્ટ્રોક, છાતીનો દુખાવો થઈ શકે

માઈગ્રેનની સમસ્યા પર સ્ટ્રોક, છાતીમાં દર્દ થવું અને હાર્ટએટેક આવવાની સંભાવના વધી જાય છે. જો તમારા ઘરમાં કોઈને પણ હાર્ટની બીમારી છે તો આ આનુવંશિક રૂપથી તમારામાં પણ આવી શકે છે. જો તમને હાર્ટની બીમારી અને માઈગ્રેન બંનેની સમસ્યા છે તો તમે માઈગ્રેનમાં લેવામાં આવતી દવા ટ્રિપટૈન ના લો. કારણ કે આ રક્તવાહિનીઓને સંકુચિત કરી દે છે. તમારા ડોક્ટરનો સંપર્ક કરીને યોગ્ય દવાઓ લેવી.

ઓછી હાઈટના વ્યક્તિઓ પર હૃદયરોગની સંભાવના

સામાન્ય લંબાઈથી 2.5 ઈંચ ઓછી હોવા પર હૃદયરોગ થવાની સંભાવના 8 ટકા વધી જાય છે. નાના લોકોમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર વધારે હોય છે. કારણ કે તેમની બોડી લંબાઈ, બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડને નિયંત્રણ કરવામાં ઓવરલેપ થઈ જાય છે.

એકલતાપણું પણ હાર્ટએટેકનો ભોગ બનાવે

ઓછા મિત્રો હોવા, અથવા તમારા સંબંધોથી નાખુશ થવાના કારણે પણ હાર્ટની બીમારી અને સ્ટ્રોકનો ભય વધી જાય છે. એકલાપણાને હાઈ બ્લડપ્રેશર અને તણાવ સાથે જોડીને જોવામાં આવે છે. જો તમે પણ અકેલાપનથી ઝઝૂમી રહ્યા છો તો રમતગમતની ગતિવિધિઓમાં ભાગ લો અથવા તો આસપાસના લોકો ના સંપર્કમાં રહેવાથી સારું રહેશે.

પોતાને શારીરિક રૂપથી ફીટ ન થઈ શકો તો ડોક્ટરનો જરૂરથી સંપર્ક કરો

જે લોક દર અઠવાડિયે 55 કલાક ઓછામાં ઓછું કામ કરે છે. તેમનામાં હાર્ટની બીમારીનો ભય 35થી 40 કલાક કામ કરનારાઓની તુલનામાં વધારે હોય છે. એના ઘણાં કારણો હોય છે. જેમ કે કામનો તણાવ લેવો, અને વધારે સમય સુધી બેસી રહેવું. જો તમે મોડી રાત સુધી કામ કરતા હોવ અને પોતાને શારીરિક રૂપથી ફીટ ન થઈ શકો તો ડોક્ટરનો જરૂરથી સંપર્ક કરો.

પેઢામાં બીમારીની સારવાર લોહીમાં સી રિએક્ટિવ પ્રોટીન ઓછું કરે છે

જેનાં મોઢાના બેક્ટેરિયા લોહી દ્વારા ધમનીમાં જઈને સોજો પેદા કરે છે. આ કારણે એથેરોસ્ક્લેરોસિસ થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પેઢામાં બીમારીની સારવાર લોહીમાં સી રિએક્ટિવ પ્રોટીન ઓછું કરે છે. જેના કારણથી ઈન્ફ્લેમેશન ઓછું થઈ જાય છે. કોલેસ્ટ્રોલ અને હાર્ટની બીમારીઓની સારવારમાં ડોક્ટર દાંતના પેઢાની સારવારમાં પણ ધ્યાન રાખે છે.

ફ્લૂ થવા પછી એક અઠવાડિયામાં લોકોમાં હાર્ટ એટેકની સંભાવના 6 ગણી વધારે

વર્ષ 2018માં એક અભ્યાસ મુજબ ફ્લૂ થવા પછી એક અઠવાડિયામાં લોકોમાં હાર્ટ એટેકની સંભાવના 6 ગણી વધારે વધી જાય છે. એનું યોગ્ય કારણ નથી જાણી શકાયું. પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે ઈન્ફેક્શનથી લડવા દરમિયાન લોહી ચીકણું થઈ જાય છે. જેના કારણે તેના થક્કા બનવા લાગે છે. એના કારણે ઇન્ફ્લેમેશન થવા લાગે છે અને હાર્ટ એટેક આવી જાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો