GSTV
Gujarat Government Advertisement

સ્ટેડિયમના નામ પર વાંધો : સુબ્રહ્મણ્યમ સ્વામીની રૂપાણી સરકારને સલાહ, પીએમ નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ ભૂલ સુધારવી જોઈએ

Last Updated on February 26, 2021 by

અમદાવાદ સ્થિત આવેલું વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાના સરકારના નિર્ણયનું ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે. સ્વામીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે નરેન્દ્ર મોદી નામ પાછુ ખેંચી લેવું જોઈએ, તથા તેમણે કહેવુ જોઈએ કે, આવુ કરતા પહેલા અમે સલાહ નહોતી લીધી.

સ્વામીએ વધુમાં ટ્વીટમાં જણાવ્યુ છે કે, ગુજરાતના એક જમાઈ તરીકે, રાજ્યના કેટલાય લોકોએ મને સ્ટેડિયમનું નામ હટાવા કહ્યુ છે. મારી સલાહ એ છે કે, ગુજરાત સરકાર ભૂલ સુધારી નરેન્દ્ર મોદી નામ પાછુ ખેંચી લેવું જોઈએ. તેમણે આવુ કરતા કહેવુ જોઈએ કે, નામ બદલતી વખતે મોદી પાસેથી સલાહ નહોતી લીધી. એટલા માટે તેને પાછુ ખેંચવામાં આવી રહ્યુ છે. આવું પ્રથમ વખત નથી, જ્યારે સ્ટેડિયમ પર નામને લઈને સ્વામીએ નિવેદન ન આપ્યુ હોય.

આ અગાઉ નામ બદલવાને લઈને કટાક્ષ કર્યો હતો. સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરાને ફક્ત મોટેરા સ્ટેડિયમ કહેવા પર તેમને વાંધો ઉઠાવ્યો હતો. સ્વામીએ ટ્વીટ કર્યુ હતુ કે, જ્યારે કોઈ એવું કહે છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું તો તે ખોટુ બોલે છે. શું સરદાર પટેલ સ્ટેડિયમ નામ નહોતું ?

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં આવેલુ આ સ્ટેડિયમનું ફેરનિર્માણ કરવામાં આવ્યુ છે, તથા તેમાં 1.32 લાખ લોકો બેસવાની ક્ષમતા ધરાવતું બનાવામાં આવ્યુ છે. નવનિર્માણ બાદ આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવતા વિરોધનો વંટોળ શરૂ થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો