GSTV
Gujarat Government Advertisement

વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો

Last Updated on February 26, 2021 by

પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ આસમાને છે. ત્યારે તેને લઈને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે એક અનોખી રીતે વિરોધ કરવાનુ વિચાર્યુ છે. તેઓ તિરૂઅનંતપુરમમાં કેરલ સચિવાલયની સામે પહોંચ્યા અને ત્યાં જઈને દોરડા વડે ઓટો રીક્ષા ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન તેમની સાથે બહોળી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. થરૂરે પોતાના ટ્વિટર પર લખ્યુ છે કે, સોથી વધારે ઓટો તેમની સાથે વિરોધમાં જોડાયા છે.

થરૂરે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં વિરોધ પ્રદર્શનનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ રસ્સી વડે ઓટો રીક્ષા ખેંચતા દેખાય છે. તેમનું કહેવુ છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવના નામે થઈ રહેલી લૂંટમાં કેન્દ્ર સરકારની સાથે સાથે કેરલની રાજ્ય સરકાર પણ જવાબદાર છે. તેમની માગ છે કે, બંને સરકાર તાત્કાલિક ધોરણે ટેક્સમાં ઘટાડો કરે. આમ આદમી એકદમ બેહાલ બની ગયા છે. તેમને તાત્કાલિક રાહત આપવાની જરૂર છે.

કોંગ્રેસ સાંસદ થરૂરનું કહેવુ છે કે, લોકો પેટ્રોલ અને ડીઝલ પર 260 ટકા ટેક્સ આપે છે. જ્યારે અમેરિકામાં લોકો ફક્ત 20 ટકા આપે છે. તેમણે કહ્યુ હતું કે, પેટ્રોલિયમ પેદાશના ભાવ વધે છે, તો સાથે સાથે અન્ય વસ્તુઓના ભાવ પણ વધવા લાગે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આજે 40 હજારથી વધારે ટ્રેડ યુનિયન, એસોસિએશન, ટ્રાંસપોર્ટ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને શુક્રવારે ભારત બંધનું એલાન કર્યુ છે. તેમની માગ છે કે, સરકાર તાત્કાલિક ધોરણે પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સમાં ઘટાડો કરે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો