GSTV
Gujarat Government Advertisement

ધજાગરા/ શાહરૂખ અને સલમાનના ચાહકોએ થિયેટરમાં જ ફોડ્યા ફટાકડા, આગનો વીડિયો થયો વાયરલ

Last Updated on February 26, 2021 by

કોરોનાના સંક્રમણ વચ્ચે અનલોક ગાઈડલાઈનના ભાગરુપે દેશભરમાં થિયેટરો ખોલવામાં આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં જ્યારે કોરોનાનું સંક્રમણ પીક પર છે ત્યારે માલેગાંવના થીયેટરમાં બનેલી ઘટના બાદ સરકાર ચોંકી ઉઠી છે. મળતી વિગતો પ્રમાણે અહીંના એક થીયેટરમાં કરણ અર્જુન ફિલ્મ દર્શાવાઈ છે. આ ફિલ્મ જોવા માટે ગયેલા શાહરુખ ખાન અને સલમાન ખાનના ચાહકોએ ચોંકાવનારી હરકત કરી હતી.

સુરક્ષાના તમામ નિયમો નેવે મુકીને ફટાકડા ફોડયા

ચાહકોએ થીયેટરમાં જ સુરક્ષાના તમામ નિયમો નેવે મુકીને ફટાકડા ફોડયા હતા અને તેના કારણે થિયેટરમાં આગ ભડકી ઉઠી હતી. એમ પણ થિયેટરમાં કોરોનાની ગાઈડલાનનુ પાલન થયું નહોતું. લોકો માસ્ક પહેર્યા વગર ફિલ્મ જોઈ રહ્યા હતા. બીજી તરફ ફટાકડા ફોડવાના કારણે લાગેલી આગનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

ફટાકડાના કારણે અચાનક આગ લાગી

જેમાં દેખાઈ રહ્યું છે કે, એક પછી એક ફૂટી રહેલા ફટાકડાના કારણે અચાનક આગ લાગી જાય છે અને ચારે તરફ ધૂમાડો છવાઈ જાય છે. આગ ઝડપથી ફેલાઈ રહી હોવાનું જોઈને લોકો થિયેટરમાંથી ભાગે છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વિડિયો વાયરલ થયા બાદ હવે થીયેટરના માલિક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો