Last Updated on February 26, 2021 by
શું તમારી LPGની સબસીડી બેન્ક ખાતામાં પહોંચી રહી છે? જો તમારો જવાબ નથી જાણતા તો આ ખબર જરૂર વાંચો. આમ તો ગેસ સબસીડીના પૈસા વગેરે કોઈ પરેશાનીએ ખાતામાં પહોંચી જાય છે પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે કોઈ ભૂલના કારણે પૈસા એકાઉન્ટમાં નહિ પહોંચતા તો આ ટ્રાન્ઝેકશનની જાણકારી તમને હોવી જોઈએ.
આ રીતે જાણો ગેસ સબસીડીના પૈસા તમારા એકાઉન્ટમાં આવી રહ્યા છે કે નહિ
- સૌથી પહેલા મોબાઈલ અથવા કોમ્યુટરને ઇન્ટરનેટથી જોડી ઓપન કરો
- પછી બ્રાઉઝર પર જઈ www.mylpg.in વેબસાઈટ ખોલો
- ત્યાર પછી ગેસ કંપનીના સિલિન્ડરની ફોટો દેખાશે જેની સર્વિસ લેવા માંગો છો તેના પર ક્લિક કરો
- ત્યાર પછી નવી વિન્ડો ખુલશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરની હશે
- એટલું કર્યા પછી એક ઉપર જમણી બાજુ ન્યુ યુઝર સાઈન ઈનનું ઓપ્શન હશે જેને ટેપ કરો
- જો તમારી આઈડી પહેલાથી જ બનેલી છે તો તમારે સાઈન ઈન કરવાની જરૂરત છે અને નવા છે તો ન્યુ યુઝર પર ક્લિક કરી લોગ ઈન કરો
- ત્યાર પછી જે વિન્ડો ઓપન થશે તેની ડાબી બાજુ સિલિન્ડર બુકીંગ હિસ્ટ્રીનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો
- અહીંથી તમને જાણકરી મળશે કે તમને કયા સિલિન્ડર પર કેટલી અને ક્યારે સબસીડી મળી છે.
- જો તમે ગેસ સિલિન્ડર બુક કર્યું છે અને તમને સબસીડીના પૈસા મળ્યા નથી તો તમે ફીડબેક બટન પર ક્લિક કરો અને ફરિયાદ નોંધાવો.
- એ ઉપરાંત તમે LPG આઈડીને પણ ત્યાં સુધી પોતાના એકાઉન્ટ સાથે લિંક નથી કર્યું તો તમે ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈ આ કરવી લેવો
- તમે 18002333555 પર ફ્રી કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો.
સરકાર આપે છે સબસીડી
જયારે તમે LPG ખરીદો છો તો સરકાર તરફથી સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી સરકાર ગ્રાહકના ખાતામાં ડાયરેક્ટ મોકલવાનું કામ કરે છે. જણાવી દઈએ કે વર્ષમાં 12 સિલિન્ડર બુક કરાવી શકાય છે. પહેલા સબસીડીની અમાઉન્ટ વધુ હતી પરંતુ તેને ઘટાડી 30થી 35 રૂપિયા કરી દેવામાં આવી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31