GSTV
Gujarat Government Advertisement

નીરવ મોદી બાદ ભાગેડુ ચોક્સી-માલ્યાને પણ પરત તગેડી લાવશે ભારત, તૈયારીઓ થઇ ગઈ

Last Updated on February 26, 2021 by

ભાગેડૂ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ સાથે હવે ૧૪,૦૦૦ કરોડના પીએનબી કૌભાંડના અન્ય ભાગેડૂ આરોપી અને નિરવ મોદીના મામા મેહુલ ચોક્સી તથા કિંગફિશર એરલાઈનના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને પણ ભારત લાવવાની સરકારે તૈયારી કરી છે.

મોદી ભાગેડુ

વિજય માલ્યા માર્ચ ૨૦૧૬માં ભારતથી બ્રિટન ભાગી ગયો હતો. લિકર કિંગ વિજય માલ્યા પર ૧૭ બેંકોના ૯,૦૦૦ કરોડ રૂપિયાની ઊચાપત કરવાનો આરોપ છે. માલ્યા હાલ લંડનમાં રહે છે. માલ્યાના પ્રત્યાર્પણમાં એક સમયે સફળતા મળી ગઈ હતી. ડિસેમ્બર ૨૦૧૮માં લંડનની મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતમાં માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ પણ આપી દીધો હતો. આ આદેશને માલ્યાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આ કેસમાં ૧૨મી ફેબુ્રઆરીએ હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે ભાગેડૂ લીકર કિંગ વિજય માલ્યા વિરુદ્ધ છેતરપિંડીના પૂરતા પુરાવા છે. હાઈકોર્ટે પણ માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી હતી. પરંતુ ખરા સમયે કોઈ ટેકનિકલ બાબતને લઈને માલ્યાનું ભારતમાં પ્રત્યાર્પણ થઈ શક્યું નથી. નિરવ મોદીના ચૂકાદા પછી ફરી ભારત સરકારે માલ્યાના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો વધારી દીધા છે.

નિરવ મોદી બ્રિટનની કોર્ટમાં પ્રત્યાર્પણનો કેસ હારી ગયો હોવાથી તેના મામા અને ભાગેડૂ હિરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી પર પણ સકંજો કસવામાં આવે તેવી સંભાવનાઓ છે. પીએનબી કૌભાંડમાં નિરવ મોદીની સાથે મામા મેહુલ ચોક્સી પણ આરોપી છે. થોડાક સમય પહેલાં જ ફેબુ્રઆરીમાં પીએનબી કૌભાંડમાં ભાગેડૂ મેહુલ ચોક્સીની ૧૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ઈડીએ જપ્ત કરી હતી. નિરવ મોદીની સાથે ભારતમાંથી ભાગી ગયેલો મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાં છે તથા તેણે ત્યાંની નાગરિક્તા પણ લઈ લીધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો