Last Updated on February 26, 2021 by
ન્હાવાનું દરેકની દિનચર્યાનો એક ભાગ છે. દરરોજ સ્નાન કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વચ્છ રહો છો. ત્યારે તમારું શરીર કેટલીય બીમારીઓથી બચી રહે છે. ત્યારે દરરોજ ન્હાવાથી શરીર સાફ રહે છે અને સ્કિન પ્રોબ્લેમ્સ દૂર થાય છે. ત્યારે કેટલાક લોકો પોતાની ત્વચાને સારુ બનાવી રાખવા માટે ન્હાતી વખતે કેટલાય બ્યૂટી પ્રોડક્ટ્સનો સહારો લે છે. પરંતુ તમારા ઘરમાં જ કેટલીક એવી વસ્તુઓ મળી જશે જેને પાણીમાં મિક્સ કરીને ન્હાવાથી ન માત્ર પોતાનો થાક જ દૂર થશે પરંતુ સ્કિનમાં નિખાર પણ આવશે. જાણો, આ વસ્તુઓ વિશે…
લીંબૂ સ્કિનમાં નમી લાવશે
પોતાના ન્હાવાના પાણીમાં ઘરમાં સરળતાથી મળતી બે વસ્તુઓ મિક્સ કરી લો. તેમાં એક છે લીંબૂ અને બીજું મીઠું. તમે ન્હાતા પહેલા પાણીમાં અડધી ચમચી મીઠુ અને એક લીંબૂનો રસ મિક્સ કરી લો. તેનાથી તમારી સ્કિનની ડ્રાયનેશ દૂર થશે અને નમી જળવાઇ રહેશે.
ગ્રીન ટી ત્વચાને સાફ રાખશે
ગ્રીન ટી પીવાના કેટલાય ફાયદા છે, ત્યાં આ તે સ્નાન કરવાના કામમાં પણ આવે છે. સ્નાન કરવાના થોડાક સમય પહેલા તમે પોતાના ન્હાવાના પાણીમાં 5 ગ્રીન ટી બેગ નાંખી દો અને તેને થોડીકવાર એમ જ રહેવા દો. ગ્રીન ટીમાં એન્ટી-ઑક્સીડેન્ટ્સ અને ડિટૉક્સીફાયરનો ગુણ હોય છે. એવામાં આ પાણી તમારી સ્કિન માટે એન્ટી-એજિંગ અને ક્લીન્જરનું કામ કરશે.
ફટકડીથી થાક દૂર થશે
ફટકડી અને સિંધવ મીઠું તમારી સ્કિનને કેટલીય રીતે ફાયદો પહોંચાડી શકે છે. તેના માટે પોતાના સ્નાનના પાણીમાં એક ચમચી ફટકડી અને સિંધવ મીઠું મિક્સ કરી લો. તેનાથી તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું થશે. આ સાથે જ શરીરનો થાક દૂર થશે અને મસલ્સનો દુખાવાથી પણ આરામ મળશે.
લીમડાથી સમસ્યાઓ દૂર થશે
લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ત્યારે આ સ્કિન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. લીમડાના થોડાક પાંદડાં પાણીમાં ઉકાળીને ગાળી લો. ત્યારબાદ આ પાણીને પોતાના સ્નાન કરવાના પાણીમાં મિક્સ કરી લો. આ પાણીથી સ્નાન કરવાથી સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31