Last Updated on February 26, 2021 by
ફ્રાંસની ઇન્ફર્મેશન ટેકનોલોજી સંલગ્ન કંપની કૈપેજેમિનિ આ વર્ષે ભારતમાં 30 હજાર કર્મચારીઓની ભરતી કરવાની છે. જે ગત વર્ષ કરતાં 25 ટકા વધારે છે. કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં તે વધુમાં વધુ ફાયદો મેળવવા માગે છે. ભારતમાં કૈપેજેમિનીના મુખ્ય કાર્યકારી અધિકારી અશ્વિન યાર્ડીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે નવી ભરતીથી આ વર્ષે અમે કંપનીના નફામાં 7થી 9 ટકાનો વધારો કરવાની આશા રાખી રહ્યાં છીએ. આ ભરતીમાં 50 ટકા ફ્રેશર્સ અને 50 ટકા અનુભવી વ્યક્તિઓને પ્રધાન્ય અપાશે.
ભારતમાં કંપનીના 1.25 લાખ કર્મચારી
પેરિસ સ્થિત આઈટી કંપની કૈપેજેમિની માટે ભારત એ સૌથી મોટુ ટેલેન્ટ કેન્દ્ર છે. કંપનીમાં કુલ 2.70 લાખ કર્મચારીઓ કામ કરે છે. જેમાં ભારતમાં આ સંખ્યા 1.25 લાખ કર્મચારીઓની છે. કંપનીએ ગત વર્ષે પણ ભારતમાંથી લગભગ 24 હજાર કર્મચારીઓની ભરતી કરી છે.
ડિજિટલ સ્કીલ ધરાવતા લોકોને મળશે પ્રાધાન્ય
યાર્ડીએ જણાવ્યું છે કે આ વર્ષે ભરતી ઉભરતા ડિજિટલ સ્કિલ જેમકે ક્લાઉડ, એન્જિનિયરિંગ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સિ, 5જી, એજ કંમ્પ્યૂટિંગ અને સાયબર સિક્યુરિટી માટે કરાશે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં જ કૈપેજેમિની કંપનીએ ડિજિટલ અને ક્લાઉડમાં 65 ટકા રેવન્યુની કમાણી કરી છે.
અન્ય આઈટી કંપનીઓમાં પણ નોકરી
કૈપેજેમિની સિવાય ભારતમાં ઇન્ફોસિસ લિમિટેડે તમામ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ચાલુ નાણાકિય વર્ષ 2021-22માં દેશમાં 24 હજાર કોલેજ સ્નાતકોને નોકરી આપશે. આ સિવાય કોગ્નિજેંટ ટેક્નોલોજી સોલ્યૂશન કોર્પના ભારતમાં 2 લાખથી વધારે કર્મચારી છે. આ કંપની આ વર્ષે 23 હજારથી વધારે લોકોને નોકરી પર રાખવાની જાહેરાત કરી ચૂકી છે. જે ગત વર્ષ કરતાં 35 ટકા વધારે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31