GSTV
Gujarat Government Advertisement

ખુશખબર : હવાઈ મુસાફરીમાં લગેજ બેગ નહીં હોય તો ટીકિટ મળશે સસ્તી, કેબિન બેગ લઈને જશો તો આ મળશે છૂટછાટો

Last Updated on February 26, 2021 by

એવિએશન સેક્ટર ધીમે-ધીમે ટ્રેક પર આવી રહ્યું છે. હવાઈ પેસેન્જરની સંખ્યામાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, આમ છતાં હજી પણ દેશમાં ફાયર બેન્ડ લાગુ પડે છે અને તે 31 માર્ચ સુધી લાગુ રહેશે. એક મીડિયા અહેવાલ પ્રમાણે જલદી ચેક-ઇન બેગ વિના હવાઈ મુસાફરી કરનાર પેસેન્જરને ટિકિટની ઓછી કિંમત ભરવી પડશે. આ ફક્તને ફક્ત ડોમેસ્ટીક ફ્લાઈટ માટે લાગુ થઈ શકે છે. એક હવાઈ મુસાફર 7 કિલોની એક કેબિન બેગ પોતાની સાથે રાખી શકે છે.

ફ્લાઇટ્સ

એક હવાઈ મુસાફર 7 કિલોની એક કેબિન બેગ પોતાની સાથે રાખી શકે

કોરોના કાળ પહેલાં એરલાઈન તરફથી લાઈટ ફેરનો ઓપ્શન મળતો હતો હવે આ નિયમ કંપનીઓ ફરી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. પહેલાં આ સિસ્ટમ અંતર્ગત પ્લેનની મુસાફરી સમયમાં વધારેમાં વધારે 200 રૂપિયાની છૂટછાટ મળતી હતી. જો કોઈ યાત્રિ આ વિકલ્પ સિલેક્ટ કરી ટીકિટ મેળવી અને એરપોર્ટ પહોંચે તો 15 કિલો બેગ સુધી 200 રૂપિયા અલગથી ચૂકવવાના થતા હતા. સાધારણ સ્થિતિમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં યાત્રિઓ માટે 7 કિલો કેબિન બેગ અને 21 કિલો લગેજ બેગ લઇ જવાની અનુમતિ છે. આ માટે એને સામાન્ય ભાવ ચૂકવવાનો હોય છે.

24

ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશને હવે આ 200 રૂપિયાનો નિયમ પણ હટાવી દીધો

ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશને હવે આ 200 રૂપિયાનો નિયમ પણ હટાવી દીધો છે. એટલે કે 31 માર્ચ પછી એરલાઈન નિયમોથી બહાર નીકળી જશે તો ઓછા વજનવાળા સામાન સાથે મુસાફરી કરનાર પેસેન્જરને ટીકિટમાં ભાવનો લાભ મળી શકે છે. એરલાઈનના અધિકારીઓએ જણાવ્યું છે ડીજીસીએના નવા નિયમોને પગલે કેબિન બેગ લઈ જનારને ભાડામાં છૂટછાટ મળી શકે છે. જેને પગલે મુસાફરો માટે પણ આ સ્કીમ આકર્ષક રહેશે.

કોરોના

ફેયર બેંન્ડને વધારાયું છે

આ પહેલાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સિવિલ એવિએશન મંત્રાલયે એરલાઈનને રાહત આપતાં કેપેસીટીના 80 ટકા મુસાફરોને લઇ જવાની પરમિશન આપી દીધી છે. આ ઉપરાંત ભાડુ વધારવાનો પણ આદેશ કર્યો છે. હવે મીનિમમ ભાડુ 10 ટકા અને વધારેમાં વધારે ભાડુ 30 ટકા સુધી વધી શકે છે. આ નિયમ 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે.

આ છે ભાડાના દર

  • પહેલી કેટેગેરીમાં 40 મીનિટ સુધીની યાત્રા માટે ભાજુ 2200થી 7800 રૂપિયા જાહેર કરાયું છે.
  • 40થી 60 મિનિટની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 2,800થી લઈને 9,800 રૂપિયા સુધીની હશે.
  • 60થી 90 મિનિટ સુધીની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 3,300થી 11,700 રૂપિયા સુધીની હશે.
  • 90થી 120 મિનિટ સુધીની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 3,900થી 13,000 રૂપિયા સુધીની હશે.
  • 120થી 150 મિનિટ ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 5,000થી લઈને 16,900 રૂપિયા સુધીની હશે.
  • 150થી 180 મિનિટ સુધીની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 6,100થી લઈને 20,400 રૂપિયા હશે.
  • 180-280 મિનિટની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 7,200થી લઈને 24,200 રૂપિયા સુધીની હશે.

સાત ફેયર બેન્ડ દેશમાં લાગુ કરાયા


કોરોના બાદ ડોમેસ્ટિક એરલાઈનના ભાડા માટે અલગ અલગ નિયમો જાહેર કરાયા છે. જેમાં સમયને આધારે ભાડાનો દર નક્કી કરાયો છે. એવિએશન મંત્રાલયે મિનીમમ ભાડામાં 10 ટકાનો અને વધારેમાં વધારે 30 ટકાનો વધારો કર્યો છે. જૂના નિયમો પ્રમાણે દિલ્હીથી મુંબઈના રૂટ પર મિનિમમ ભાડુ 3500 રૂપિયા અને મેક્સિમમ 10 હજાર રૂપિયા હતું હવે આ વધીને મીનિમમ 3900 અને મેક્સિમમ 13,000 રૂપિયા થઈ ગયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો