GSTV
Gujarat Government Advertisement

સાવધાન/આ કંપનીઓ રોકાણ કરવા પહેલા કરી લો તપાસ, કેન્દ્ર સરકારની આ સલાહને નજરઅંદાજ ન કરવી

રોકાણ

Last Updated on February 26, 2021 by

કોર્પોરેટ મંત્રાલયએ ગુરુવારે રોકાણકારો માટે એક સલાહ જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે રોકાણ નિધિ કંપનીમાં રોકાણ પહેલા એના અંગે જાણકારી મેળવી લેવી. આ પ્રકરની કંપનીઓ દ્વારા નિયમોનું પાલન ન કરતા હોવાનું જોતા મંત્રાલયે આ નિવેદન જારી કર્યું છે.

કંપની કાનૂન હેઠળ પંજીકૃત નિધિ કંપનીઓ ગેર બેન્કિંગ સંસ્થા છે જે પોતાના સભ્યો સાથે લોન આવાનું અને લેવાનું કામ કરે છે. કોર્પોરેટ કાર્ય મંત્રાલયે કહ્યું, ‘રોકાણકારોએ નિધિ કંપનીમાં રોકાણ કરી એમનો સભ્ય માનવ પહેલા એમની સ્થિતિ/આગળ પાછળના ઇતિહાસની તપાસની સલાહ આપવામાં આવે છે.’ સંશોધિત કંપની કાનૂન, 2013 અને નિધિ નિયમ, 2014 હેઠળ કામનીઓને કોર્પોરેટ કાર્ય મંત્રાલય પાસે એનડીએચ-4 ફોર્મ દ્વારા આવેદન આપી સ્વયંને નિધિ કંપની ઘોષિત કરવાની જરૂરત હોય છે. મંત્રાલયે કહ્યું કે, ‘આવેદનો પર નજર કર્યા પછી એ જાણવા મળ્યું છે કે આ કંપનીઓ નિયમોનું પુરી રીતે પાલન કરતી નથી.’ મંત્રાલય અનુસાર એના પરિણામ સ્વરૂપ કંપનીઓના આ સંદર્ભમાં આપવામાં આવેલા આવેદનો ફગાવ્યા છે.

કંપનીઓ પર આયકર વિભાગની નજર રાખવા માટે કોર્પોરેટ કાર્ય મંત્રાલય કરશે મદદ

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (એમસીએ) ગુરુવારે કહ્યું કે તેણે ડેટાના વિનિમય માટે નાણાં મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી) સાથે કરાર કર્યો છે. એમસીએએ એક નિવેદનમાં કહ્યું છે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને સાબીઆઈસી વચ્ચે ડેટા અને માહિતીના નિયમિતપણે આપમેળે વિનિમયની સુવિધા આપશે.

આવકવેરા વિભાગ જીએસટી, આયાત નિકાસના આંકડા પર નજર રાખશે

મંત્રાલયના મતે, એમઓયુ મંત્રાલય અને સીબીઆઈસીના નિયમોના અસરકારક અમલની ખાતરી કરવા માટે છે. ડેટામાં આયાત-નિકાસ વ્યવહાર અને દેશમાં નોંધાયેલા કંપનીઓના નાણાકીય નિવેદનોની વિગતો શામેલ છે. નિયમિત ધોરણે ડેટાની આપ-લે સાથે, મંત્રાલય અને સીબીઆઇસી તપાસ અને કાર્યવાહીના હેતુ માટે વિનંતી કરીને એકબીજા સાથે ઉપલબ્ધ અન્ય માહિતી મેળવી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો