GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ પોલિસી ખરીદતા સમયે જીણવટ પૂર્વક સમજો નિયમો, કાંઈ પણ ખોટું હોવાથી રિજેક્ટ થઈ શકે છે ક્લેમ

પોલિસી

Last Updated on February 26, 2021 by

જો તમે વિચારી રહ્યા હોય કે હેલ્ત ઈન્શ્યોરન્સ પોલિસી લઈ લીધી અને તેનાથી સમગ્ર ક્લેમ મળી જશે તો તેને પહેલા સરખી રીતે એક વખત વાંચી લ્યો. ઈન્શ્યોરન્સ પોલિસીની મિસ સેલિંગ એક એવો મુદ્દો છે જે ક્યારેક તમારા બજેટને બગાડી શકે છે. અમે જણાવી રહ્યા છીએ કેવી રીતે થઈ શકે છે મિસ સેલિંગ.

ICICI લોંબાર્ડની છે કહાની

દેશની લિડિંગ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી આપનાર ICICI લોંબાર્ડે એવી જ એક મિસ સેલિંગ કરી હતી. 13 જાન્યુઆરીના કંપનીએ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહને અને તેમના પરિવારને હેલ્થ પોલિસી આપી છે. તેમાં બેસ સાથે ટોપ અપ પણ હતું. પોલિસી માટે 30 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. કંપનીએ પોલિસીમાં બે નામ અને ઉંમરમાં ભૂલ કરી હતી. ગત એક વર્ષમાં ધર્મેન્દ્ર પ્રતાપ આ ભૂલને સુધારવા માટે કંપનીના સંપર્કમાં હતા.

પોલિસી રિન્યુઅલમાં વધી ગયું 30 % પેમેન્ટ

આ દરમ્યાન આ વર્ષે જાન્યુઆરીમાં કંપની તરફથી ધર્મેન્દ્ર સિંહને ફોન આવ્યો કે તમારી પોલિસીનું રિન્યુઅલ છે. તેમણે કંપનીના કહેવા પર પોલિસી રિન્યુઅલ માટે 40 હજાર રૂપિયા આપ્યા છે. કંપનીએ એક વર્ષ પહેલાની તુલનામાં પ્રીમિયમમાં 30 પર્સેંટનો વધારો કરી દીધો. 4 ફેબ્રુઆરીના કંપનીને પ્રીમિયમ મળતુ હતું. પોલિસીની તારીખ 13 ફેબ્રુઆરી આપવામાં આવે છે.

હેલ્થ

એક વર્ષથી કંપનીએ નથી ઓપ્યો કોઈ જવાબ

ગ્રાહકે જ્યારે આ અંગે જવાબ માંગ્યો તો તેમને આ અંગે જવાબ ન મળ્યો. કંપનીએ એક વર્ષમાં એ ન જણાવ્યું કે, કુલ કેટલું સમ અશ્યોર્ડ છે. કેટલું ટોપ અપ છે. કેટલું બેસ છે અ પોલિસીમાં શું – શું છે. ધર્મેન્દ્રએ જણાવ્યું કે, પહેલા વાત તો એ છે કે કંપની ગ્રાહકોનું સાંભળતી નથી. એક વર્ષથી અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કંપની સાંભળવા તૈયાર જ નથી. એવામાં જો કોઈ દુર્ધટના થાય તો આ ભૂલને કારણે કોઈ ક્લેમ પણ પાસ થશે નહીં.

હવે ફરી કંપની 9,500 રૂપિયા માંગી રહી છે

હવે જ્યારે ધર્મેન્દ્ર સિંહે વાત કરી તો કંપનીએ કહ્યું કે, તેમણે 9,500 રૂપિયા વધુ આપવા પડશે. કંપનીએ કહ્યું કે, એવું એટલા માટે કારણ કે બ્રેકેટ બદલી ગયું, ફીચર વધુ અપડેટ કરવામાં આવ્યા છે. ડિસેમ્બરમાં રેટ બદલાઈ ગયું છે. થઈ શકે કે મેંટર ડિસઓર્ડર થઈ જાય. આ પ્રકારના અનેક કારણ કંપનીએ જણાવ્યા છે. પરંતુ આ તમામ વસ્તુની જાણકારી તમામ કંપનીના ગ્રાહકોને આપી નથી. ત્યાં સુધી કે, રિન્યુઅલના સમયે પૈસા લેવા  પર પણ જાણકારી આપવામાં આવતી નથી. અને હવે તેના માટે 9 હાજર માંગી રહ્યા છે.

ફીચરમાં એર એમ્બ્યુલન્સ પણ જોડાઈ

ધર્મેન્દ્ર સિંહે કહ્યું કે, કંપનીએ ફીચરમાં એર એમ્બ્યુલન્સ જોડી દીધી છે. મારે ક્યાં અમેરિકા જવું છે જે એર એમ્બ્યુલન્સ માટે પ્રીમિયમ આપુ? અને કંપનીએ આ બધુ કરતા પહેલાં કાઈં પણ જણાવ્યું નહીં. હવે તે મિસ સેલિંગ કરી 9500 રૂપિયા વધુ માંગી રહ્યા છે.

મિસ સેલિંગથી બચવા માટે પોલિસી પર આપો ધ્યાન

જો તમે ઈન્શ્યોરન્સ પોલિસી લ્યો છો તો ધર્મેન્દ્ર સિંહ જેવો મામલો થઈ શકે છે. વીમામાં ઘણી વખત એજન્ટ મિસ સેલિંગ કરે છે. એટલા માટે તમે પોલિસી લ્યો તો તેમાં તમામ વસ્તુઓનું ધ્યાન રાખો. સાથે જ કંપની પાસેથી એ પણ સમજી લ્યો કે તેનું રિન્યુઅલ પ્રીમિયમ શું છે. ફીચર શું છે. પ્રયત્નો કરો કે એવી કંપની પાસેથી વીમો ખરીદો જેનો રેકોર્ડ સારો હોય. જેનું ક્લેમ સેટલમેન્ટ સારું હોય. જેના કર્મચારીઓ વાત સાંભળતા હોય.

તમે હેલ્થ પોલિસી આપાતકાલિન જરૂરતો માટે ખરીદો છો તો એવામાં આ પ્રકારની ભૂલો થાય જે તમારા જરૂરતના સમયમાં તમારું રોકાણ કે ઘર વેચવું પડી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો