GSTV
Gujarat Government Advertisement

ના હોય / આ સેલિબ્રિટીના કૂતરાની થઈ ચોરી, શોધી આપનારને મળશે 3 કરોડથી વધુનું ઈનામ

Last Updated on February 26, 2021 by

હોલીવૂડ એક્ટર અને મશહૂર સિંગર લેડી ગાગાના ઘરની બહાર હુમલો થયો છે. લોસ એન્જલસમાં લેડી ગાર્ગાના કૂતરાને ફેરવનારા શખ્સ રાયન ફિશર પર એક શખ્સે શૂટ કર્યું અને લેડી ગાગાના બંને ફ્રેન્ચ બુલડોગ્સને ચોરી લીધા છે. રાયનને આ હુમલા પછી હોસ્પિટલમાં દાખળ કરાયા છે. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

શૂટરે સેમી ઓટોમેટિક હેન્ડ ગનનો ઉપયોગ કર્યો

લોસ એન્જલસ પોલિસ ડિપાર્ટમેન્ટ આ મામલમાં કહ્યું કે એક વ્યક્તિ રાતના 10 વાગ્યા આસપાસ ગોળી મારી હતી. તે પછી ગોળી ચલાવનારા વ્યક્તિએ બે ફ્રેંન્ચ બુલડોગ્સને પોતાની સાથે લઈને સેડાન ગાડીમાં ચાલ્યો ગયો. રિપોર્ટ મુજબ આ શૂટરે સેમી ઓટોમેટિક હેન્ડ ગનનો ઉપયોગ કર્યો હતો.

5 લાખ ડોલર અર્થાત 3 કરોડ 65 લાખ રૂપિયા ઈનામ આપશે

લેડી ગાર્ગાના પ્રવક્તાએ કન્ફર્મ કર્યું કે તેના બે બુલડોગ્સ કોજી અને ગુસ્તાવ લાપતા છે. જો કે લેડી ગાર્ગાનો ત્રીજો ડોગ આ હુમલા દરમિયાન ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. અને પોલિસે ગાર્ગાને પરત કરી દીધો છે. ગાર્ગાએ કહ્યું કે જે પણ આ કુતરાને શોધીને લાવશે તેને તે ઈનામના રૂપમાં લગભગ 5 લાખ ડોલર અર્થાત 3 કરોડ 65 લાખ રૂપિયા ઈનામ આપશે.

ગુસ્તાવે કેટલાક સમય પહેલા જ ગાર્ગાના પરિવારમાં એન્ટ્રી લીધી

જણાવી દઈએ કે ગુસ્તાવે કેટલાક સમય પહેલા જ ગાર્ગાના પરિવારમાં એન્ટ્રી લીધી હતી. ગાગા અક્સ પોતાના ડોગ્સ સાથે સોશ્યલ મીડિયા પર ફોટા શેર કરતી રહેતી હતી. ગાર્ગાએ ઈનામ આ મામલામાં એક ઈમેલને સેટઅપ કર્યો છે જેના કારણે કોઈને પણ આ કૂતરાની બાબતમાં કોઈપણ પ્રકારની માહિતી મળે તો તે KojiandGustav@gmail.com પર તેનો સંપર્ક કરી શકે છે.

તે પોતાની નવી ફિલ્મ પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે

જણાવી દઈએ કે હાલમાં ગાર્ગા રોમમાં છે. તે પોતાની નવી ફિલ્મ પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે. તેને ફિલ્મ એ સ્ટાર ઈજ બોર્નમાં પોતાની એક્ટિંગ ટેલેન્ટને સાબિત કરી હતી. આ ફિલ્મમાં તે બ્રૈડલી કપૂર સાથે નજર આવી હતી. અને આ ફિલ્મના સોંગ – ગીતો શૈલો માટે તેણે ઓસ્કાર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ ઉપરાંત તેને બેસ્ટ એક્ટ્રેસ માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો