GSTV
Gujarat Government Advertisement

સ્કીમ/ આ બેંકમાં 3 મહિનાની FDમાં થયો ડબલ નફો, 1000 રૂપિયા મહિને ઈનવેસ્ટ કરી 10 વર્ષમાં થઈ લાખોની કમાણી

ઈનવેસ્ટ

Last Updated on February 26, 2021 by

શેર બજારમાં તેજીનો દોર ગત વર્ષના અંકમાં શરૂ થયો હતો. જે વર્તમાનમાં પણ ચાલૂ જ છે. એટલા માટે એક્સપર્ટ્સ વર્તમાન સમયમાં મ્યૂચ્યુઅલ ફંડ્સમાં ઈનવેસ્ટ કરવાની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કોરોના મહામારીની ટેંશનને પાછળ છોડી બજારમાં સ્થિતિ સારી થઈ છે. લાર્જકેપ સાથે હવે મિડકેપ અને સ્મોલકેપમાં પણ તેજી આવી રહી છે. કારણ કે, ભારતમાં આર્થિક ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

NPS

માનવામાં આવી રહ્યું છે કે, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર GDP નેગેટીવથી પોઝિટીવ હોય શકે છે. એવામાં તમારી પાસે પણ મોટી કમાણીનો મોકો છે. આ લિસ્ટમાં Axis Bluechip Fund ખૂબ સારું રિટર્ન આપી રહી છે.

 Axis Bluechip Fund : 1000 રૂપિયા મહિને સતત 10 લાખમાં થઈ 27 લાખની કમાણી

જો રિટર્નની વાત કરીએ તો આ ફંડના ત્રણ મહિનામાં 11 % રિટર્ન આપવામાં આવી રહ્યું છે. 6 મહિનામાં 27 % અને 5 વર્ષમાં 135 %ની બંપર કમાણી થઈ છે.

જો કોઈએ પણ 10 હાજર રૂપિયા 6 મહિના પહેલા ઈનવેસ્ટ કર્યા છે તો હવે તેમાં 12,717.40 રૂપિયીની રકમ મળશે એટલે કે 27 % રિટર્ન, 5 વર્ષમાં આ રકમ વધીને 23,497 રૂપિયા થઈ જાય છે. 10 વર્ષમાં આ રકમ વધીને 39,364 રૂપિયા થઈ જાય છે.

આ રીતે જો કોઈ SIP એટલે કે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેંટ પ્લાન હેઠળ દર મહિને 1 હજાર રૂપિયાનું રોકાણ કરે છે તો 10 વર્ષમાં કુલ રોકાણ 120000 રૂપિયા હોય છે. ત્યાં આ રકમ વધીને 2,77,117 રૂપિયા થઈ જાય છે.

બિઝનેસ

તમને જણાવી દઈએ કે, SIP ઓપ્શનમાં દર મહિને તમારે લાંબા સમય માટે રોકાણ કરવાનું હોય છે. જેમ PPF માં તમે રોકાણ કરો છો તેવી જ રીતે અહીં રોકાણ કરશો તો વધુ રિટર્ન મળશે. ઈક્વિટી ફંડની SIP માં બિલકુલ PPFની હેઠળ રોકાણ કરવાનું હોય છે. પરંતુ લોન્ગ ટર્મમાં જોવો તો રિટર્ન ઘણું વધુ મળશે.

જો માનવામાં આવે કે કોઈ વ્યક્તિ SIPમાં 30 વર્ષ માટે રોકાણ કરે છે અને 15 % રિટર્ન મળે છે તો SIP કેલક્યુલેટર અનુસાર, આવા રોકાણના મેચ્યોરિટી પર 4.12 કરોડ રૂપિયાનું અમાઉન્ટ મળશે.

પરંતુ તેના માટે જરૂરી છે કે તમે દરરોજ 200 રૂપિયા SIP માટે કાઢો અને 6000 રૂપિયાનું માસિક રોકાણ કરવું જોઈએ.

શું કહે છે એક્સપર્ટ

આનંદ રાઠી વેલ્થ મેનેજમેન્ટના ડિપ્ટી CEO ફિરોજ અજીજનું કહેવું છે કે SIPમાં રોકાણ સૌથી સારો વિકલ્પ છે. મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારને SIP રૂટ દ્વારા રોકાણ કરવું જોઈએ.

ખાતા

તેના બે ફાટદા થાય છે. પ્રથમ મંથલી બજેટ સંભાળવામાં મદદ મળે છે અને નાના રોકાણથી શરૂઆત કરી શકો છો. ખાસ કરીને જે લોકો કરિયારના શરૂઆતી ફેઝમાં છે.

તેમની પાસે રોકાણ માટે સંપૂર્ણ રકમ હોતી નથી. પરંતુ લોન્ગ ટર્મને ધ્યાનમાં રાખી નાના નાના રોકીણ કરી શકે છે.

પોર્ટફોલિયોમાં વેરાયટી બનાવી રાખવાની સલાહ આપે છે. રોકાણકારોને પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ કરવું જોઈએ. માત્ર એક જ ફંડ હાઉસની સ્કિમમાં રોકાણ કરવું સારું હોતું નથી. પોર્ટફોલિયો ફંડ હાઉસના હિસાબે ડાયવર્સિફાઈ કરો.

એડેલવાઈજ એસેટ મેનેજમેંટ લિમિટેડના સેલ્સ હેડ ડિપેન જૈનએ કહ્યું કે, 100 રૂપિયાનું SIP ઈન્વેસ્ટમેન્ટ તમને મોટું રિટર્ન આપતી નથી જ્યાં સુધી તમે તમે અમાઉન્ટ ન વધારો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો