Last Updated on February 26, 2021 by
બિહારની રાજધાની પટનાથી અડીને આવેલા દાનાપુર સ્થિત જમસોત મુસહરી ગામમાં માઇક્રોફટના સંસ્થાપક અરબપતિ બિલ ગેટ્સની દીકરી રહે છે. 11 વર્ષની બાળકી રાની કુમારીને એક દશક પહેલા ગામ આવેલા બિલ ગેટ્સ દંપતીએ દત્તક લઈ ‘દીકરીની જેમ’ કહી પ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યાંરે રાની 1 વર્ષની હતી. રાની જણાવે છે કે હું ભણવા ઇચ્છુ છુ પરંતુ ભણી શકતી નથી, મજબૂરી છે, ત્યાં જ ગામમાં વધુ લોકો નિરક્ષર છે.
પરિવાર જજુમી રહ્યો છે આર્થિક સંકટથી
રાનીને આગળ કઈ ખબર નથી અને માત્ર પૂછવા પર હસ્તી રહે છે કઈ બોલતી નથી. નવી પેઢી માટે એક સરકારી પ્રાથમિક શાળા અને એક આંગળવાળી છે. ગામના લોકો જણાવે છે કે 23 માર્ચ 2011ના રોજ બિલ ગેટ્સ પોતાની પત્ની સાથે અમારા ગામમાં આવ્યા હતા અને રાનીને દીકરી માની હતી. એને પોતાના ખોળામાં બેસાડી પ્રેમ પણ કર્યો. ગામમાં વિકાસની વાત પણ કહી હતી. પરંતુ અહીંથી ગયા પછી ના તો બિલ ગેટ્સ આવ્યા અને ના તો એમની સંસ્થાના કોઈ લોકો. આજે રાની અને એનો પરિવાર આર્થિક સંકટથી જજુમી રહ્યા છે.
રાનીને લીધી હતી દત્તક
રાની શાળાએ જઈ શકતી નથી, પરંતુ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને ફરી કોઈ સુધ લીધી નહિ. દાનપુરના જમસોટની નિવાસી રાની આજે લગભગ 11 વર્ષની થઇ ગઈ છે. રાનીની માતા કુંતી દેવીને આજે પણ એ દિવસ યાદ છે જયારે એમની નાનકડી છોકરી રાનીને ગેટ્સ દંપતીએ પોતાના ખોળામાં લીધી હતી અને પોતાની દીકરી ગણાવી હતી. ત્યાર પછી તેઓ અહીં આવ્યા જ નથી.
વર્ષ 2010માં બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને બિહાર સરકાર વચ્ચે સ્વાસ્થ્ય સુધાર માટે એક કરાર થયો હતો. આ જ કરાર હેઠળ તેઓ ભારત આવા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31