Last Updated on February 26, 2021 by
GOOGLEના રસ્તે આગળ વધતા સોશ્યલ મીડિયા કંપની FACEBOOKએ પણ જાહેરાત કરી છે કે કંપની આગામી ત્રણ વર્ષ દરમ્યાન ‘સમાચાર ઉદ્યોગની મદદ’ માટે એક અરબ ડોલરનું રોકાણ કરશે. GOOGLEએ ઓક્ટોબરમાં કહ્યું હતુ કે, તે આગામી ત્રણ વર્ષ દરમ્યાન પબ્લિશર્સને એક અરબ ડોલરની ચૂકવણી કરશે. તમને જણાવી દઈએ કે, દિગ્ગજ સોશ્યલ મીડિયા કંપની ફેસબુકનો ગત થોડા સમયથી ઓસ્ટ્રેલિયા સાથે એક કાયદા અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ કાયદા અનુસાર, સોશ્યલિ મીડિયા કંપનીઓને સમાચારના ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવી પડશે.
સમાચારના બદલામાં ચૂકવણી કરવાનો આદેશ
સમાચાર કંપનીઓ ઈચ્છે છે કે, GOOGLE અને FACEBOOK તેમના પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવતા સમાચાર માટે ચૂકવણી કરે. યૂરોપ અને ઓસ્ટ્રેલિયાની સરકાર આ વિચાર સાથે સહાનુભૂતિ દાખવે છે. પ્રૌદ્યોગિકી ક્ષેત્રની બંને કંપનીઓ અમેરિકામાં વધુ પડતી ડિઝીટલ જાહેરાત છીનવી લે છે. જેનાથી પ્રકાશકોને નુકસાન થાય છે.
FACEBOOKએ મંગળવારે કહ્યું હતુ કે, સરકારના પ્રસ્તાવિક કાયદામાં બદલાવ પર સહમત થયા બાદ તતે ઓસ્ટ્રેલિયામાં સમાચાર લિંક પરથી પ્રતિબંધ હટાવશે. તેનાથી પ્રકાશક FACEBOOK અને GOOGLE સાથે ચૂકવણી માટે વાતચીત કરી શકશે.
FACEBOOKના અધિકારીએ મુદ્દાના નિરાકરણ અંગે આપી જાણકારી
તમને જણાવી દઈએ કે, ગત સપ્તાહ FACEBOOK એ ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ શેર ન કરવાની જાહેરાત કરી હતી. ફેસબુકમાં ગ્લોબલ અફેર્સના મામલામાં ઉપાધ્યક્ષ નિક ક્લેગે બુધવારે મોડી રાત્રે એક બ્લોગ પોસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ સરકાર અને FACEBOOK વચ્ચેના મુદ્દાના નિરાકરણ થવા અંગે જાણકારી આપી. તેમણે કહ્યું કે. અમે પ્રકાશકો સાથે નવા સોદા માટે સહમત થવા અને ફરી એક વખત સમાચાર લિંક શેર કરવા માટે ઓસ્ટ્રેલિયાને સક્ષમ કરવા માટે તત્પર છીએ.
આ ઉપરાંત આ સમગ્ર મામલાને એક ભૂલ બતાવવામાં આવી. ક્લેમનો તર્ક આપતા કહ્યું કે. તેઓ પોતે પ્રકાશક જ છે. જે સોશ્યલ મીડિયા પર પોતાની સ્ટોરી શેર કરવાનો વિકલ્પ પસંદ કરે છે. અથવા તેમને અન્ય દ્વારા શેર કરવા માટે ઉપલબ્ધ કરાવે છે. કારણ કે તેમને એવું કરવા માટે વેલ્યૂ મળે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31