Last Updated on February 25, 2021 by
જો તમે દરરોજની રૂટિન ચા અને રેસ્ટોરંટની ચાથી કંટાળી ગયા હોવ તો, કલકત્તામાં પહોંચી જાવ. અહીં એક નાના એવા સ્ટોલમાં તમને અલગ અલગ પ્રકારની 100થી પણ વધારે વેરાયટીની ચા મળી જશે. કલકત્તાના મુકુંદપુરમાં એક છતરી લગાવીને નાની એવી ચાની દુકાન ચાલે છે. જ્યાં થોડીક પ્લાસ્ટિકની ખુરશીઓ લાગેલી હશે. અહીં 1000 રૂપિયાની સ્પેશિયલ ચા પણ મળે છે.
આપને જાણીને નવાઈ લાગશે પણ અહીં ચાના સ્ટોલ પર 100 પ્રકારની ચા મળે છે, એ પણ અનોખી ટેસ્ટ સાથે. અહીં 12 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની ચા પણ મળે છે. જે હકીકતમાં Bo-Lay Tea છે, જેની કિંમત 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.અહીં અન્ય ચાની વેરાયટીમાં સિલ્વર નીડલ વાઈટ ટી, લેવેન્ડર ટી, હિબિસ્કસ ટી, વાઈન ટી, તુલસી ઝિંઝર ટી, બ્લૂ ટિશ્યન ટી, તીસ્તા વૈલી ટી, મકઈબારી ટી, રૂબિયોસ ટી અને ઓક્ટી ટી પણ શામેલ છે.
ચા સ્ટોલના માલિક પાર્થ પ્રતિમ ગાંગુલી જે, પહેલા નોકરીનું પ્લાનિંગ કરી રહ્યો હતો, પણ મેળ પડ્યો નહીં, તેથી તેણે નાની એવી ચાની દુકાન ખોલી અને પોતાના ધંધો શરૂ કર્યો. તેણે 2014માં નિર્જશ નામની દુકાન ખોલી, થોડા સમયમાં જ તેમાં સફળતા મળી. પાર્થ ફક્ત ચા જ નથી વેચતો, પણ તેને ચા વિશેની તમામ જાણકારી પણ માલૂમ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31