Last Updated on February 25, 2021 by
અમદવાદ સ્થિત વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતીય બોલર અશ્વિન માટે ફળદાયી નીવડ્યું છે. ઈંગ્લેન્ડની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને ઇતિહાસ રચ્યો છે. બીજી ઇનિંગમાં અશ્વિને જોફ્રા આર્ચરની વિકેટ લઇ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી નાખ્યો છે. આ સાથે જ રેકોર્ડ પોતાના નામે કરનાર અશ્વિન ચોથો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા આ કીર્તિમામ અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહના નામે હતો.
400થી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
– અનિલ કુંબલેઃ 132 મેચ 619 વિકેટ
– કપિલ દેવઃ 131 મેચ 434 વિકેટ
– હરભજન સિંહઃ 103 મેચ 417 વિકેટ
– આર. અશ્વિનઃ 77 મેચ 400 વિકેટ
Remarkable feat for @ashwinravi99! ??
— BCCI (@BCCI) February 25, 2021
The champion spinner entered the esteemed club of wicket-takers as he trapped Jofra Archer LBW to claim Test wicket no. 4⃣0⃣0⃣. ??@Paytm #INDvENG #TeamIndia #PinkBallTest
Watch that memorable moment ??
અશ્વિને 400 વિકેટ માત્ર 77 ટેસ્ટ મેચમાં મેળવી છે. આ સાથે જ અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 400 વિકેટ લેનાર દુનિયાનો બીજો ફાસ્ટ બોલર બની ગયો છે. અશ્વિન પહેલા શ્રીલંકાના સ્પીનર મુથૈયા મુરલીધરને માત્ર 72 મેચમાં 400 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અશ્વિને પહેલી ઇનિંગમાં 3 વિકેટ પોતાના નામે કરી હતી. અશ્વિને બોલિંગની સાથે બેટ્સમેન તરીકે પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અશ્વિનના નામે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી પણ ફટકારી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31