GSTV
Gujarat Government Advertisement

ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં

Last Updated on February 25, 2021 by

પંજાબ નેશનલ બેંકને અબજો રૂપિયાનો ચૂનો લગાડનારા ભાગેડુ હિરા કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટે નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. આ મામલે ગુરૂવારે લંડનની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે નિરવ મોદીની વિરૂદ્ધ ભારતમાં એક કેસ છે. હવે કોર્ટની લીલીઝંડા બાદ વધુ ખુશ ના થઈ જશો. હજુ પણ નીરવ મોદી પાસે 3 વિકલ્પો છે. જેમાં 28 દિવસની અંદર ભારત પ્રયત્ન કરશે કે નિરવ મોદીને અહીં લાવી સકાય પણ એ પણ થઈ શકે કે નીરવ મોદી આ સમયમાં આ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારી શકે છે. બાદમાં તે સુપ્રીમ સુધી પણ જઈ શકે છે.

આ વિકલ્પો સિવાય તેની પાસે માનવાધિકારનો પણ વિકલ્પ છે. જો નિરવ મોદી પોતાની મેંન્ટલ હેલ્થને માનવાધિકારનો મામલો બનાવી દે તો આ આધાર પર એ જઈ શકે કે ભારતની કોર્ટોમાં પર્યાપ્ત સુવિધાઓ નથી. એનો અર્થ એ છે કે હજુ નીરવ મોદીને ભારત લાવતાં એકથી વર્ષ લાગી શકે છે. નીરવ મોદી આ ચૂકાદાને પડકારતો નથી તો જ ભારત 28 દિવસમાં તેને ભારત લાવી શકશે. નહીં તો આ કાયદાકીય પ્રક્રિયા લાંબી જ ચાલતી રહેશે. નીરવ મોદીએ મેન્ટલ હેલ્થને લઇને બ્રિટનની કોર્ટમાં મોટી ગૂંચવણો ઉભી કરી છે.

નિરવ મોદીએ પુરાવા નષ્ટ કરવા અને સાક્ષીઓને ડરાવવા માટે ષડયંત્ર રહ્યું છે. કોર્ટે કહ્યું કે નિરવ મોદીને મુંબઇ સ્થિત આર્થર રોડ જેલમાં ઉચિત મેડીકલ ટ્રીટમેન્ટ અને માનસિક સ્વાસ્થ્ય સારવાર ઉપલબ્ધ કરાવાશે. નિરવે પોતાની વિરૂદ્ધ કોર્ટે અગાઉ આપેલા પ્રત્યાર્પણના આદેશને પડકાર્યો હતો. બે વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઇ બાદ ગુરૂવારે જિલ્લા જજ સેમ્યૂલ ગૂજીએ ચુકાદો આપ્યો કે નિરવ મોદીની વિરૂદ્ધ કાયદાકીય કેસ છે. જેમાં તેમણે ભારતીય કોર્ટ સમક્ષ હાજર થવું જોઇએ.

બે વર્ષ પહેલા નિરવ મોદીની બ્રિટનની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે 13 માર્ચ-2019માં લંડનમાંથી ધરપકડ કરી હતી. જે બાદ તેને સાઉથ વેસ્ટ લંડનની વેડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે. ચુકાદો સાંભળવા માટે નિરવ મોદીને વીડિયો કોન્ફ્રેન્સિંગથી હાજર કરવામાં આવ્યો હતો. હવે કોર્ટના ચૂકાદા બાદ બ્રિટનના ગૃહ સચિવ પ્રીતિ પટેલની પાસે કેસને મોકલવામાં આવશે. જે નક્કી કરશે કે આ મુદ્દે હાઇકોર્ટમાં અપીલની મંજૂરી આપવી કે નહીં.

મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નં. 12 નીરવ મોદી માટે યોગ્ય છે. આર્થર રોડ જેલમાં પર્યાપ્ત સારવાર અને માનસિક સ્વાસ્થ્યની સુવિધા પણ અપાશે અને ત્યાં તેમને આત્મહત્યાનું કોઈ જોખમ નથી. જજે નીરવ મોદીના બચાવ પક્ષ દ્વારા કરાયેલા એ દાવાને રદ કર્યો હતો, ભારતના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કેસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. નીરવ મોદી હાલ લંડનની જેલમાં કેદ છે.

કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું…

  • કોર્ટે ચુકાદો આપતાં નીરવ મોદી સામે ભારતમાં એક કેસ છે, જેના માટે તેને જવાબ આપવાનો છે.
  • કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે નીરવ મોદીએ પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને ડરાવવા માટે ષડયંત્ર રચ્યું હતું.
  • કોર્ટે નીરવની માનસિક સ્વાસ્થ્યની ચિંતાને નકારી દીધી અને કહ્યું હતું કે આ સ્થિતિમાં ફસાયેલા લોકો માટે આ અસામાન્ય નથી.
  • કોર્ટે કહ્યું હતું કે જો નીરવને ભારત મોકલવામાં આવે છે તો તે આત્મહત્યા કરી લે એવું કોઈ જોખમ નથી, કારણ કે તેને આર્થર રોડ જેલમાં યોગ્ય ડોક્ટરોની સહાયતા મળશે.
  • કોર્ટે કહ્યું હતું કે નીરવને આર્થર રોડ જેલમાં યોગ્ય સારવાર અને માનસિક સ્વાસ્થ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

2019ના માર્ચમાં નીરવ મોદીની લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. ગત વર્ષે તેને આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કરાયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો