Last Updated on February 25, 2021 by
નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનુ આંદોલન ચાલુ જ છે. દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી દિલ્હીમાં ટ્રેકટર માર્ચ કરવાની જાહેરાત કરી છે અને તેને લઈને ફરી ચર્ચા શરુ થઈ ગઈ છે.
ટિકૈતે બે દિવસ પહેલાં કહ્યું હતું કે, દિલ્હીમાં 40 લાખ ટ્રેકટરો લઈને ખેડૂતો ઉમટી પડશે. તેનાથી હિંસા થવાની શક્યતા પર ટિકૈતે કહ્યું હતું કે, હિંસાનો સવાલ જ નથી. જો ખેડૂત ટ્રેક્ટર ખેતરમાં ચલાવે અને અનાજ ઉગાડે તો તે હિંસા નથી અને જો તે રસ્તા પર ટ્રેકટર ચલાવે તો હિંસા થઈ જશે?તેના કરતા તો ટ્રેક્ટર પર જ પ્રતિબંધ કેમ નથી મુકી દેતા
તેમણે સરકારને પડકાર ફેંકતાં કહ્યું હતું કે, દિલ્હીની સરકાર કાન ખોલીને સાંભળી કે ટ્રેકટર પણ એજ છે અને ખેડૂતો પણ એ જ છે. દિલ્હીમાં મોટી મોટી કંપનીઓના લૂંટારુ આવી ગયા છે અને તેમને ભગાડવા પડશે. આ લોકોએ દેશના ખેડૂતોની ઉપજની લૂંટ ચલાવી છે. એમએસપી પર સરકાર કાયદો બનાવે અને તેનાથી ઓછી કિંમત પર કોઈન ખેડૂતો પાસેથી ખરીદી કરવાની પરવાનગી હોવી જોઈએ નહી.
તેમણે કહ્યું હતું કે, લાલ કિલા પર હિંસાના આરોપી લખવા સિધાનાને હું જાણતો નથી. લાલ કિલા પર જે હિંસા થઈ હતી તેને અ્ને નવા કાયદાને કોઈ સબંધ નથી. જેમણે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો હતો તેમની સામે કાર્યવાહી થશે. સરકાર 3 મહિનાથી આંદોલન કરી રહ્યા છે પણ સરકાર એમએસપી પર કાયદો બનાવી રહી નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31