Last Updated on February 25, 2021 by
UTI મ્યૂચ્યુઅલ ફંડે રોકાણકારો સાથે સંપર્ક વધારવા માટે એડવાન્સ Whatsapp ચેટ સર્વિસ લોન્ચ કરી છે. રોકાણકારો માટે આ સર્વિસ 24X7 ઉપલબ્ધ હશે. UTI મ્યૂચ્યુઅલ ફંડની આ એક્સક્લૂસિવ સર્વિસ વર્તમાન રોકાણકારો સાથે સંભાવિત રોકાણ માટે ઉપલબ્ધ હશે. Whatsapp ચેટ સર્વિસનો ઉદ્દેશ્ય ટેક્સ્ટ આધારિત ચેટ, અપડેટ અને ઈન્ફોગ્રાફિક્સના માધ્યમથી રોકાણકાર ઈન્ટરફેસને પ્રોત્સાહન આપવું છે. આ ઓપ્સ-ઈન યૂઝર્સ માટે છે જે કંપનીના પ્રોડક્ટમાં રસ દાખવે છે અને વધુ જાણકારી ઈચ્છે છે. આ UTI મ્યૂચ્યુઅલ ફંડનું માર્કેટિંગ અને ઈન્વેસ્ટ સપોર્ટ સર્વિસને પણ મજબૂત બનાવશે.
જાણો શું છે આ WhATSAPP નંબર
UTI મ્યૂચ્યુઅલ ફંડે જે Whatsapp ચેટ સર્વિસ લોન્ચ કરી છે તે છે +91-7208081230. આ નવી સર્વિસ લાઈવ ચેટ વિકલ્પ સાથે 24X7 સહાયતા પ્રદાન કરશે. રોકાણકાર સરળતાથી NAV, પોર્ટફોલિયો ડિટેલ્સ, અકાઉન્ટ અને કેપિટલ ગેન સ્ટેટમેંટ, UFC એડ્રેડ અને મેસેજિંગ એપ્લિકેશનના માધ્યમથી પૂછપરછ કરી શકે છે. UTI મ્યૂચ્યુઅલ ફંડે કહ્યું કે, આ રોકાણ અધિગ્રહણ, રોકાણકાર સર્વિસિંગ અને રોકાણકારોના સંચાર માટે એક સ્વ સેવા ચેનલ બનાવવાનો લક્ષ્ય છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે ચેટ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.
મોબાઈલ નંબર દ્વારા SIP, ઈંડેક્સ ફંડમાં કરી શકાશે રોકાણ
આ ઉપરાંત ગ્રાહક Whatsapp ચેટ દ્વારા લેનદેન પણ કરી શકે છે. કંપનીએ કહ્યું કે, Systematic investment plans (SIPs)માં રોકાણ, STP, index funds માં સરળતાથી રોકાણ કરી શકશે. આ સાથે જ 24X7ચેટ દ્વારા 30 વખતથી વધુ લેનદેન કરી શકે છે.
Email IDને પણ અપડેટ કરી શકશે
ઉપયોગ કર્તા Whatsapp ચેટ સેવાઓનો ઉપયોગ કરી પોતાના મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પણ અપડેટ કરી શકે છે. તે તેના પર વિશેષજ્ઞો દ્વારા મ્યૂચ્યુઅલ ફંડ પર લેખ, વીડિયો વગેરે વાંચી શકે છે. આ UTI મ્યૂચ્યુઅલ ફંડની માર્કેટિંગ અને રોકાણકાર સહાયતા સેવાઓને મજબૂત કરવામાં મદદ કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31