GSTV
Gujarat Government Advertisement

કોરોના મહામારીમાં મહાકુંભ મેળાનું આયોજન, હરિદ્વાર આવનાર સંતોએ સાથે લાવવો પડશે કોરોના નેગેટિવ રિપોર્ટ

કુંભ

Last Updated on February 25, 2021 by

હરિદ્વારમાં આયોજિત મહાકુંભ મેળામાં આવનાર તમામ સંતોએ પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ સાથે લાવવો પડશે. કુંભ મેળામાં આવનાર તમામ સાધુ-સંતોનો છાવણીમાં કોરોના રિપોર્ટ કરવામાં આવશે.  આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. દેશના પાંચ રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. આવામાં કુંભમેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેથી સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કુંભમેળામાં કોરોના ન ફેલાય તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. હરિદ્વારમાં પહેલી એપ્રિલથી કુંભ મેળો ચાલુ થઈ રહ્યો છે. જેમા પાંચ મહિલા સંત સહિત 23 સંતોને મહામંડલેશ્વરનું પદ મળવાનું છે.

કોરોના

દેશમાં વકર્યો કોરોના

છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૮૦૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. જ્યારે ૮૦ લોકોના મોત નિપજ્યા છે. જેને પગલે કેન્દ્ર સરકારે આવા રાજ્યોમાં પોતાની ટીમો દોડાવી છે. કેન્દ્ર સરકારની આ ટીમો ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટકા, જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યોમાં જશે અને સ્થિતિ અંગે જાણકારી મેળવશે. હાલ જે રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધવા લાગ્યા છે ત્યાંના નાગરિકો દિલ્હી પ્રવેશ કરે તો તે પહેલા નેગેટિવ રિપોર્ટ આપવો પડે તેવી શક્યતાઓ છે. આ અંગે દિલ્હી સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. અગાઉ આ જ પ્રકારનો નિર્ણય કર્ણાટક સરકાર લઇ ચુકી છે. બીજી તરફ દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩,૭૨૪ કેસો સામે આવ્યા છે જ્યારે વધુ ૧૦૪ લોકોના મોત નિપજ્યા છે.

કોરોના

નવો કોરોના વાઇરસ વધુ જોખમી, લક્ષણોમાં વધારો થયો

ભારતમાં બ્રિટિશ, આફ્રિકન અને બ્રાઝિલિયન કોરોના વાઇરસનો પણ પ્રવેશ થઇ ચુક્યો છે. જે અગાઉથી જ સક્રિય વાઇરસ કરતા અલગ માનવામાં આવે છે અને તેના લક્ષણો પણ અલગ છે. ૨૦૧૯માં ચીનના વુહાનથી વિશ્વમાં ફેલાયેલા કોરોનાના લક્ષણોમાં તાવ, ઉધરસ આવવી, સ્વાદ-ગંધ ઓળખવામાં મુશ્કેલી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નવા કોરોના વાઇરસના લક્ષણો તેનાથી અલગ છે.

કોરોના

બ્રિટનથી આવેલા વાઇરસના લક્ષણોમાં ગળામાં ખરાશ, શરીરમાં દુ:ખાવો થવો, ડાયરિયા, કંજક્ટિવાઇટિસ, માથાનો દુખાવો, ચામડી પર ખંજવાળ આવવી, આંગળીઓનો કલર બદલાઇ જવો વગેરે. જે લોકોના શરીરનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય તેઓએ ટેસ્ટ કરાવી લેવો જોઇએ તેવી સલાહ એનએચએસ દ્વારા અપાઇ છે. નવો કોરોના વાઇરસ અગાઉ કરતા પણ વધુ જોખમી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેને પગલે લોકોએ સાવચેત રહેવા અને નિયમિત ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપવામા આવી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો