Last Updated on February 25, 2021 by
ઉત્તર પ્રદેશ સરકારે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી કરી છે. યોગી સરકારે આઝમ ખાનને મળતું લોકતંત્ર સેનાની પેન્શન અટકાવી દીધું છે. આઝમ ખાન વિરૂદ્ધ નોંધાયેલા વિવિધ ગુનાહિત કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં આ પેન્શનની રકમ 500 રૂપિયા પ્રતિ માસ હતી જે હવે વધીને 20,000 રૂપિયા થઈ ગઈ છે.
2005માં તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે કટોકટી સમયે જેલમાં જનારા લોકોને લોકતંત્ર સેનાની પેન્શન આપવાની શરૂઆત કરી હતી. તે અંતર્ગત આઝમ ખાનને પણ પેન્શન મળી રહ્યું હતું પરંતુ હવે યોગી સરકારે આઝમ ખાનનું પેન્શન અટકાવી દીધું છે. રામપુરમાં 37 લોકોને લોકતંત્ર સેનાની પેન્શન આપવામાં આવી રહ્યું હતું.
કટોકટી સમયે આઝમ ખાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ સાથે જોડાયેલા હતા અને જેલમાં ગયા હતા. લોકતંત્ર સેનાની પેન્શનની શરૂઆત થઈ ત્યારથી તેમને આ પેન્શનનો લાભ મળી રહ્યો હતો. બુધવારે રામપુર જિલ્લાના લોકતંત્ર સેનાનીઓના નામની નવી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં આઝમ ખાનના નામનો સમાવેશ નહોતો કરાયો.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર આવી ત્યારે સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ અનેક કેસ નોંધાયા હતા. ખેડૂતોએ તેમના વિરૂદ્ધ જૌહર યુનિવર્સિટી માટે જમીન કબજે કરી લેવાના 26 કેસ નોંધાવ્યા હતા. હાલ સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ કુલ 85 કેસ કોર્ટમાં વિચારાધીન છે અને છેલ્લા એક વર્ષથી આઝમ ખાન જેલમાં બંધ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31