Last Updated on February 25, 2021 by
બુધવારે જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયા બાદ આજે શેર બજાર તેજી સાથે ખુલી છે. આજે સવારે 30 શેર્સના ઈન્ડક્સ સેંસેક્સ 426 અંકોની તેજી સાથે 51,207ના સ્તર પર અને 50 શેર્સના ઈન્ડેક્સ નિફ્ટી 97 અંકોની તેજી સાથે 15,079ના સ્તર પર ખુલ્યું. શરૂઆતી વ્યાપારમાં સારી તેજી જોવા મળી રહી છે. સવારે 9:30 કલાકે સેન્સેક્સ 600 અંકોની તેજી સાથે 51,382ના સ્તર પર અને નિફ્ટી 166 અંકોની તેજી સાથે 15,148 અંકોના સ્તર પર ટ્રેક કરી રહી હતી.
વર્તમાન સમયમાં સેન્સેક્સ ટોપ-30માં 25 શેર લીલા નિશાનમાં ટ્રેક કરી રહી છે. એક્સિસ બેંક, ઈંડસઈંડ બેંક, ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેંક, SBI અને HDFC બેંકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. નેસ્લે ઈન્ડિયા, એશિયન પેંટ્સ, હિંદુસ્તાન યૂનીલિવર અને ટેક મહિંદ્રામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ સેન્સેક્સમાં 1030 અંકોમાં ભારે ઉછાળ આવ્યો છે. જેનાથી રોકાણકારો માલામાલ થઈ જશે. બુધવારે જોરદાર તેજીથી રોકાણકારોની રકમમાં 2.60 લાખ કરોડ રૂપિયાનો વધારો થાય છે. નેશનલ સ્ટોક એસ્ચેન્જમાં કનેક્ટિવિટીના મુદ્દાના કારણે ગતરોજ એક્ચેન્જમાં વ્યાપારનો સમય 5 વાગ્યા સુધી વધી ગયો હતો.
બોન્ડ યીલ્ડમાં તેજીની તાત્કાલિક અસર
ગત અમૂક વ્યાપારી સત્રોમાં આવેલ ઘટાડાને લઈને બજારના જાણકારોનું કહેવું છે કે, અમેરિકી 10 વર્ષ બોન્ડ યીલ્ડમાં તેજીના કારણે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે-જ્યારે બોન્ડ યીલ્ડ એટલે કે ઈન્ટ્રેસ્ટ રેટમાં તેજી આવી છે, શેર બજાર પર નકારાત્મક અસર થાય છે. બજારને પણ અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડનથી 1.9 લાખ કરોડ ડોલરના રાહત પેકેજની મોટી અપેક્ષા છે. આ પેકેજની જાહેરાત સાથે જ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31