Last Updated on February 25, 2021 by
વૃદ્ધ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો સાથે વધી રહેલા દુર્વ્યવહારની ઘટનાઓને જોતા મોદી સરકાર હવે તેને લગતા કાયદાને વધુ કડક અને વ્યાપક બનાવવા જઇ રહી છે. હવે ફક્ત દિકરા દિકરીઓ જ નહીં પરંતુ દત્તક લીધેલા સંતાનો ઉપરાંત જમાઇ અને વહુઓને પણ વૃદ્ધોનું ભરણ-પોષણ ભથ્થુ ચુકવવુ પડશે.
મોદી સરકારના સંસદમાં રજૂ કરવામાં આવેલા Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 સંશોધન બિલમાં કેટલાંક મોટા બદલાવ કરવામાં આવ્યા છે. બિલમાં વૃદ્ધોને તે અધિકાર આપવામાં આવ્યો છે કે પોતાના પરિવારજનોની ઉપેક્ષા અને દુર્વ્યવહાર કરવા પર તે પોતાના સંરક્ષણ અને દેખભાળ માટે દાવો કરી શકે છે.
સંબંધીઓ અને પરિવારજનોની વ્યાખ્યાને લઇને બદલાવ
સંશોધન બિલમાં સૌથી મહત્વપૂર્ણ બદલાવ સંબંધીઓ અને પરિવારજનોની વ્યાખ્યાને લઇને જેને વૃદ્ધોના હિતમાં વધુ વ્યાપક બનાવવામાં આવ્યો છે. સંશોધન બિલ અનુસાર હવે સંબંધીઓ અને બાળકોની શ્રેણીમાં દિકરા અને દિકરી ઉપરાંત વહુ, જમાઇ, પૌત્ર, પૌત્રી અને સગીર બાળકોના વાલીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત નૈસર્ગિક દિકરા-દિકરીઓ ઉપરાંત દત્તક લેવામાં આવેલા અને ઓરમાન સંતાનને પણ બાળકોની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ કાયદા અંતર્ગત ફરિયાદ થવા પર કોઇ પણ વૃદ્ધ વ્યક્તિ પોતાના સંબંધીઓ અને પરિવારજનો વિરુદ્ધ ટ્રાઇબ્યૂનલમાં ભરણપોષણની અરજી કરી શકે છે. સામાન્ય કેસમાં ટ્રાઇબ્યૂનલને 90 દિવસોમાં પોતાનો ચૂકાદો આપવાનો રહેશે પરંતુ જો અરજદારની ઉંમર 80 વર્ષથી વધુ હોય તો 60 દિવસમાં ચુકાદો જરૂરી બનાવવામાં આવ્યો છે.
સ્થાયી સમિતિએ બિલ પર મારી મહોર
આ ઉપરાંત વૃદ્ધો માટે કેર હોમ અને વરિષ્ઠ નાગરિક કેન્દ્ર બનાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રોનું રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સરકારે Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007માં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. તેને લગતાં સંશોધન વિધેયકને ડિસેમ્બર 2019માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જે બાદ તેને સમીક્ષા માટે સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલી દેવામાં આવ્યું હતું. હવે સ્થાયી સિમિતિએ પણ બિલ પર પોતાની મહોર લગાવી દીધી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31