Last Updated on February 25, 2021 by
ટેક્સનું કલેક્શન, પેન્શન પેમેન્ટ અને નાની બચત યોજનાઓ સહિતના સરકારી નાણાકીય વ્યવહારો માટે તમામ ખાનગી બેંકોને મંજૂરી આપી દીધી છે. હાલમાં અમુક જ મોટી ખાનગી કંપનીઓને સરકાર સાથે સંકળાયેલ બિઝનેસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને સરકાર સાથે સંકળાયેલ બિઝનેસમાં વધુ સરળતા રહેશે, હરીફાઇને વેગ મળશે અને ગ્રાહકોને અપાતી સેવાઓ વધુ સુધરશે.
નાણા પ્રધાન નિમલા સિતારમને ટ્વિટર પર જણાવ્યું હતું કે હવે ખાનગી બેકોમાં પણ સરકારના સાથેના નાણાકીય વ્યવહારો થઇ શકશે. હવે તમામ બેંકા સરકાર સાથેના નાણાકીય વ્યવહારમાં ભાગીદાર બનશે. ભારતીય અર્થતંત્રના વિકાસમાં ખાનગી બેંકો પણ હવે સમાન ભાગીદાર બનશે. આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર ખાનગી બેંકો પણ હવે ભારતીય અર્થતંત્રના વિકાસમાં સમાન ભાગીદાર બનશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં આઇડીબીઆઇ બેંક સિવાયની બે પબ્લિક સેક્ટર બેંકનું ખાનગીકરણ કરવાના સંકેત આપી દીધા છે. સરકારની આજની આ જાહેરાતથી ખાનગી બેંકોના શેરોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. સરકારના આ નિર્ણયથી સરકારની સોશિયલ વેલ્ફેર સ્કીમનો દાયરો વધશે અને લોકોને આ માટે સરકારી બેંકોના ચક્કર કાપવા પડશે નહીં.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31