Last Updated on February 24, 2021 by
દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે, જે પોતાની અજીબોગરીબ ખૂબીઓના કારણે સમગ્ર દુનિયામાં નામ કમાઈ લેતા હોય છે. આ લોકો અન્ય કરતા જરાં હટકે કામ કરતા હોય છે. આવા જ એક શખ્સ યુક્રેન દિમિત્રી ખલાદબી છે. જેની તાકાતને જોઈ સૌ કોઈ તેના દિવાના થઈ જાય છે. આ શખ્સ પોતાના ખભે દુનિયાનો કોઈ પણ સામાન ઉચકી શકે છે. આ શખ્સની ગણના દુનિયાના સૌથી મજબૂત ઈન્સાન તરીકે થાય છે.
આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે, આ શખ્સ ઘોડા પર નથી બેસતો, પણ ઘોડાને જ પોતાની પર બેસાડી લે છે. એટલુ જ નહીં આ શખ્સ ઉંટ, ભેંસ ન જાણે કેટકેટલાય જાનવરોને પોતાના ખભે ઉચકી લે છે. લોકો તેની તાકાત જોઈને દંગ રહી જાય છે.
આ શખ્સની ગણના દુનિયાના સૌથી મજબૂત માણસ તરીકે થાય છે. આ વાતનો અંદાજો આપ એ રીતે લગાવી શકો છો કે, તેને કોઈ ખીલો ઠોકવા માટે હથોડાની જરૂરત નથી પડતી, પોતાના હાથથી જ તે ખીલો ઠોકી બેસાડે છે. તેની અંદર એટલી તાકાત છે કે, એક સાથે કેટલાય લોકોને ઉપાડી શકે છે.
દિમીત્રી ખલાદજી મોટા ભાગે પોતાની તાકાતના કરતબો સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે. આપને જાણીને હેરાની થશે કે, આ એક વાર નહીં પણ 60 વાર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચુક્યો છે. જો કે, આ શખ્સની કહાની વાંચીને આપ પણ આવું કંઈ ટ્રાઈ કરતા નથી, હેરાન થઈ જશો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31