Last Updated on February 24, 2021 by
બુધવારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યુ અને સાથે જ આ સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાવામાં આવ્યું છે. જેની સાથે જ વિવાદ પણ શરુ થયો છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આ વાતને લઇને નરન્દ્ર મોદી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
નરેન્દ્ર મોદી સાથે અંબાણી અને અદાણીનો પણ આ મુદ્દામાં ઉલ્લેખ કર્યો
ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ અંગે એક ટ્વિટ કર્યુ છે અને નરેન્દ્ર મોદી સાથે અંબાણી અને અદાણીનો પણ આ મુદ્દામાં ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે ‘કેટલી સુંદરતાથી સત્ય પોતાની જાતે સામે આવી ગયું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જય શાહની અધ્યક્ષતામાં અદાણી અને અંબાણી’ ટ્વિટમાં તેમણે છેલ્લે હમ દો હમારે દોનો પણ ઉલ્લેખ કર્યો છે.
Beautiful how the truth reveals itself.
— Rahul Gandhi (@RahulGandhi) February 24, 2021
Narendra Modi stadium
– Adani end
– Reliance end
With Jay Shah presiding.#HumDoHumareDo
નવા બનેલા મોટેરા સ્ટેડિયમનું સત્તાવાર ઉદ્ઘાટન થયું
ઉલ્લેખનીય છે કે આજે નવા બનેલા મોટેરા સ્ટેડિયમનું સત્તાવાર ઉદ્ઘાટન થયું અને ત્યારે આ સ્ટેડિયમની અંદર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ ખેલાઇ રહી છે. આ સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર દર્શકો બેસી શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31