GSTV
Gujarat Government Advertisement

દિવાળી પહેલાં ગિફ્ટ/ 10 સેક્ટરો માટે જાહેર થઇ નવી સ્કીમ, દવાઓથી લઇને લેપટોપ અને ટેબલેટ સહિતની ઘણી વસ્તુઓ થઈ જશે સસ્તી

Last Updated on February 24, 2021 by

સરકારે લેપટોપ, ટેબલેટ અને ઓલ વન પીસી અને સર્વરના મેન્યુફેક્ટરિંગના પ્રોત્સાહન માટે પ્રોડક્શન લિક્ડ ઇંન્સેટિવ સ્કીમને મંજૂરી આપી છે. પીએલઆઈ સ્કીમને આધારે સરકાર ઘરેલુ મેન્યુંફેક્ચરિંગમાં વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરવા માગે છે. આ હાઈટેક આઈટી હાર્ડવેર ગેજેટ માટે પીએલઆઈ સ્કીમને લીલીઝંડી માટે કેન્દ્રીય મંત્રી મંડળે દૂર સંચાર ઉપકરણ વિનિર્માણ માટે 12,195 કરોડ રૂપિયાની એક યોજનાને મંજૂરી આપી છે.

LAPTOP

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કહ્યું છે કે આઈટી હાર્ડવેર માટે 7,350 કરોડ રૂપિયાની એક પીએલઆઈ સ્કીમને મંજૂરી અપાઈ છે. આ હેઠળ લેપટોપ, ટેબલેટ અને ઓલ ઇન વન પીસી અને સર્વર આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નિર્મલા સીતારમણે જણાવ્યું કે, કેબિનેટે PLI સ્કીમને મંજૂરી આપી છે. જેના અંતર્ગત સરકાર 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. જેનાથી કુલ 10 સેક્ટર્સની કંપનીઓને ફાયદો થશે. ઓટો અને ઓટો કંપોનેટ બનાવવાળી કંપનીઓને સૌથી વધુ ઈંસેંટીવ આપવાની તૈયારી છે.

ક્યાં સેકટરને કેટલું મળશે ઈંસેંટીવ?

  • ઇલેક્ટ્રિકલ વેહિકલમાં વપરાતી બેટરી બનાવનાર કંપનીઓને 18,000 કરોડ રુપિયાનું ઈંસેંટીવ મળશે.
  • ઓટો કંપોનેટ બનાવતી કંપનીઓ, ફાર્મા, ફૂડ પ્રોડક્ટ, વ્હાઇટ ગુડ્સ, એડવાન્સ સેલ બેટરી મેન્યુફેક્ચરીંગ કંપનીઓને ઈંસેંટીવ મળી શકે છે. – એડવાન્સ કેમેસ્ટ્રી સેલ બેટરી માટે 18,100 કરોડ રૂપિયાના ઈંસેંટીવ જાહેર કર્યું છે.
  • ઇલેક્ટ્રોનિક/ટેક્નોલોજી પ્રોડ્કટસ માટે 5000 કરોડ રૂપિયાનું અને ઓટોમોબાઇલ અને ઓટો કંપોનેટ સેક્ટરને 57 હજાર કરોડ રૂપિયાનું તેમજ ફાર્મા સેકટરને 15000 કરોડ રૂપિયાનું ઈંસેંટીવ જાહેર કર્યું છે.
  • ટેલીકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ માટે 12,195 કરોડ રૂપિયા, ટેકસટાઇલ પ્રોડ્કટસ માટે 10,683 કરોડ રૂપિયા, ફૂડ પ્રોડક્ટ સેક્ટર માટે 10,900 કરોડ રૂપિયાનું ઈંસેંટીવ જાહેર કર્યું છે.
  • હાઈ એફેસેન્સી સોલાર પીવી મોડ્યુલ્સ માટે 4500 કરોડ રૂપિયા ,વ્હાઇટ ગુડ્સ એસી એન્ડ એલઇડી માટે 6238 કરોડ રૂપિયા
  • સ્પેશિયાલિટી સ્ટીલ સેક્ટર માટે 6322 કરોડ રૂપિયાનું ઈંસેંટીવ જાહેર કર્યું છે.

7,350 કરોડ રૂપિયા આપવામાં આવશે ઇન્સેન્ટિવ

રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ યોજના ભારતને જથ્થાબંધ ઉત્પાદનોના હબ તરીકે ખ્યાતી પ્રાપ્ત બનાવશે. જેના પગલે નિકાસ વધશે અને રોજગારી માટે નવા અવસરોનું સર્જન થશે. યોજના હેઠળ 4 વર્ષ માટે ભારતમાં આ ઉત્પાદનોના પ્રોડક્શન માટે સરકાર 7.350 કરોડનું પ્રોત્સાહન આપશે. 4 વર્ષમાં આ સબસિડી હેઠળ આ ઉત્પાદનોનું પ્રોડક્શન 3.26 લાખ કરોડ રૂપિયા અને નિકાસ 2.45 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

1.80 લાખ લોકો માટે નોકરીની તક સર્જાશે

કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયને પગલે 4 વર્ષમાં 1.80 લાખ ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ રોજગારીના અવસર ઉભા થશે. આ સ્કીમ હેઠળ આઈટી હાર્ડવેર કંપનીઓને સીધો ફાયદો થશે. આ સેક્ટરમાં 2025 સુધી 20થી 25 ટકાનો વધારો જોવા મળી શકે છે.

ફાર્મા માટે પણ પીએલઆઈ સ્કીમની મંજૂરી

આ સાથે કેન્દ્રીય કેબિનેટે ફાર્માસ્યુટિકલ્સને પ્રોત્સાહન આપવા માટે લિન્ક પ્રોડક્શન ઇન્સેન્ટિંવ સ્કીમને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયને પગલે આ સેક્ટરમાં 15000 કરોડનું રોકાણ થશે. સ્કીમને પગલે સ્થાનિક મેન્યુફેક્ચર્સને આનો મોટો ફાયદો થશે અને નોકરીની તકો પણ વધશે. આ સિવાય ગ્રાહકોને સસ્તી દવાઓ મળી રહેશે.

આ હાઇ-ટેક આઇટ હાર્ડવેર ગેજેટ્સની માટે PLI યોજનાને લીલી ઝંડી દેખાડતા પહેલા પાછલા સપ્તાહે કેન્દ્રીય મંત્રીમંડળે ટેલિકોમ ઇક્વિપમેન્ટના મેન્યુફેક્ચરિંગ માટે 12,195 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા જણાવ્યુ કે, આજે મંત્રીમંડળે આઇટી હાર્ડવેરની માટે 7350 કરોડ રૂપિયાની PLI સ્કીમને મંજૂરી આપી દીધી છે. જેમાં લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન વન પીસી અને સર્વેરનો સમાવેશ થશે.

ravishankar prasad

હવે દેશમાં ફાર્મા પ્રોડક્ટ્સ અને લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટર વગેરે ચીજોનું ઉત્પાદન વધે તે માટે આઇટી હાર્ડવેર અને ફાર્માસ્યુટિકલ સેક્ટરને માટે PLI સ્કીમ હેઠળ નાણાંકીય સહાયની જાહેરાત કરી છે. સરકારે દેશમાં આઇટી હાર્ડવેર સેક્ટમરાં PLI સ્કીમને મંજૂરી આપી છે. તેનાથી દેશમાં હવે લેપટોપ, ટેબલેટ, ઓઇલ-ઇન વન પીસી અને સર્વરના મેન્યુફેક્ચિરંગને પ્રોત્સાહન મળશે. આજે કેન્દ્રીય મંત્રીમંડળની યોજાયેલી બેઠકમાં સરકારે PLI સ્કીમનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં આઇટી હાર્ડવેર સેક્ટરમાં 7350 કરોડ રૂપિયા અ ફાર્મા સેક્ટર માટે 15,000 કરોડ રૂપિયાની PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. PLI યોજના મારફતે સરકારનો ઉદ્દેશ્ય ભારતને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો