GSTV
Gujarat Government Advertisement

છૂટાછેડાનો કેસ: પત્નીએ પતિના ઘરમાં કરેલા કામનું વળતર આપે પતિ, અડધી સંપત્તિની પણ હકદાર છે પત્ની

Last Updated on February 24, 2021 by

ચીનની એક કોર્ટે પોતાના ચુકાદામાં છૂટાછેડાના કેસમાં પતિને 5.60 લાખ રૂપિયા વળતર તરીકે પત્નીને આપવા માટે આદેશ આપ્યો છે. કારણ કે, પત્નીએ લગ્ન દરમિયાન 5 વર્ષ સુધી બહાર કોઈ કામ કર્યુ નહોતું. ત્યારે આવા સમયે તેના નુકસાનની ભરપાઈ કરવાની રહેશે. આ દરમિયાન કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે, પતિને દર મહિને બાળકના ભરણપોષણ માટે રકમ પણ આપવાની રહેશે. તથા તેની સંપત્તિમાં પત્નીને બરાબરનો હિસ્સો પણ આપવાનો રહેશે.

સોશિયલ મીડિયા પર છવાઈ ગયો મુદ્દો

ચીનની રાજધાની બેઈઝીંગનો આ મામલો છે. ચીની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખબરો મુજબ જોઈએ તો, કોર્ટે સમાજ પર મોટી અસર પડે તેવો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય મહિલાઓના ભવિષ્ય માટે ખૂબ કામમાં આવી શકે છે.

હકીકતમાં કોર્ટે પતિને આદેશ આપ્યો હતો કે, પત્નીને લગ્ન બાદ પાંચ વર્ષમાં ઘરમાં કામ કરાવવા બદલ તેની મજૂરી ચુકવે. કોર્ટે આ શખ્સને 50 હજાર યુઆનની ચુકવણી કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત પતિએ બાળકની દેખરેખ માટે દર મહિને 2000 યુઆન આપવા પડશે. સાથે જ પત્નીને અડધી સંપત્તિનો પણ હક રહેશે.

પતિએ આપ્યા હતા છૂટછેડા

આ મામલામાં પતિએ છૂટાછેડા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જેમાં કોર્ટ છૂટાછેડા પર રાજી થઈ ગઈ હતી. ત્યાર બાદ મહિલાએ ક્ષતિપૂર્તિની અપીલ કરી હતી. જેનો કોર્ટે સ્વિકાર કર્યો હતો. અને આવો આદેશ આપ્યો હતો. જો કે, અમુક લોકોનું કહેવુ છે કે, આ રકમ ખૂબ નાની છે. કારણ કે, તેનો પતિ ખૂબ પૈસા વાળો છે. ત્યારે આવા સમયે ફક્ત 50 હજાર યુઆનની જગ્યાએ કોર્ટે મોટી રકમનો આદેશ આપવો જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો