GSTV
Gujarat Government Advertisement

આનંદો/ રિઝર્વ બેન્કમાં નોકરીની તક : 10મું ધોરણ પાસ વ્યક્તિઓ માટે સરકારી નોકરીની તક, આ છે છેલ્લી તારીખ

Last Updated on February 24, 2021 by

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) માં નોકરી માટે એક મોટો મોકો આવ્યો છે. વિભાગની ઓફિસમાં એટેન્ડડન્ટની પદવીઓ પર પ્રવેશ (આરબીઆઈ ઓફિસ એટેન્ડંટ ભરતી 2021) માટે અધિસૂચના જાહેર કરી આરબીઆઈએ આવેદન મંગાવ્યા છે. આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ, rbi.org.in પર એપ્લિકેશનની પ્રક્રિયા 24 ફેબ્રુઆરી 2021 થી શરૂ થઈ છે. નોકરી માટે યોગ્ય અને ઇચ્છા રાખતા વ્યક્તિએ આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર આવેદન કરવાનું રહેશે. આ ઓનલાઈન ભરતીના માધ્યમથી ઓફિસ એટેન્ડન્ટની 841 પદો ભરાશે. આ જોઈ લો વિગતો…

job opportunities

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન આવેદન કરવાની તારીખ – 24 ફેબ્રુઆરી 2021
ઓનલાઈન આવેદન માટે છેલ્લી તારીખ – 15 માર્ચ 2021
ઓનલાઈન ફી જમા કરવાની છેલ્લી તારીખ – 15 માર્ચ 2021
ઓનલાઈન પરીક્ષાની તારીખ – 09 કે 10 એપ્રિલ સંભવિત

શૈક્ષણિક યોગ્યતા

આ પદો માટે આવેદન કરવા માટે ઉમેદવારોએ 10મું ધોરણ પાસ કરેવું હોવું ફરજિયાત છે.

વય મર્યાદા

આ પદ માટે આવેદન કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2021થી ગણાશે. આમ ઉમેદવારોનો જન્મ 2 ફેબ્રુઆરી 1996થી પહેલાં કે 1 ફેબ્રુઆરી 2003 પછી ન હોવો જોઈએ . આરક્ષિત પદો માટે વય મર્યાદાની છૂટછાટ અપાશે. આ અંગે વધુ માહિતી માટે ઉમેદવારો આરબીઆઈની ઓફિશિયલ સાઈટ પર જઈને વધુ વિગતો ચેક કરી શકે છે.

કઈ રીતે થશે ભરતી

ઓફિસ એટેન્ડન્ટ ઉમેદવારોની ભરતી માટે ઓનલાઈન પરીક્ષા લેગ્વેજ પ્રોફિશિએન્સી ટેસ્ટ માધ્યમથી કરાશે.

પરીક્ષાની પેટર્ન

ઓનલાઈન લેખિત પરીક્ષામાં 120 વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે. જેમાં રિઝનલ, જનરલ અંગ્રેજી, જનરલ એવરનેસ, ન્યૂમેરિકલ એલિબિટી સેક્શન સંબંધિત પ્રશ્નો સામેલ થશે. દરેક પ્રશ્ન માટે એક ગુણ મળશે. પરીક્ષાનો સમય 90 મીનિટનો રહેશે. ઉમેદવારો એ પણ ધ્યાન રાખે કે ઓનલાઈન પરીક્ષામાં નેગેટિવ પણ પ્રશ્નો હશે. પ્રત્યેક નેગેટિવ જવાબ માટે એક ચોથાઈ ગુણ કાપવામાં આવશે. પરીક્ષા પેટર્નની વધુ વિગતો માટે આરબીઆઈની આધિકારીક વેબસાઈટની પણ મુલાકાત લઇ શકાય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો