Last Updated on February 24, 2021 by
થોડોક દુખાવો, હલ્કો એવો તાવ, બોડી પેન થયો નહીં કે, તુરંત કેમિસ્ટ પાસે જઈને મેડિસીન લઈ લેતા હોઈએ છીએ. પૈન કિલર દવા જે શરીરના દુખાવા, તાવ અને ઈન્ફે્લેમેશનને ઓછુ કરવામાં મદદ કરે છે. આમ તો આ દવાઓ અસરકારક અને સંપૂર્ણ પણે સુરક્ષિત માનવામાં આવે છે. પણ તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે.જો આ દવાઓનો વધારે પડતો અથવા ખોટી રીતે ઉપયોગ કર્યો તો નુકસાન પણ થઈ જશે. ખાસ કરીને તે આપની કિડનીને વધારે નુકસાન કરશે.
પેનકિલર વધારે ખાવાથી કિડની ખરાબ થઈ જશે
અમેરિકાના નેશનલ કિડની ફાઉન્ડેશનની વાત માનીએ તો, દર વર્ષે અમેરિકામાં કિડની ફેલિયરના લગભગ 5 ટકા કેસમાં સૌથી વધારે ઓટીસી દવાઓ અને પેનકિલર ખાવાના કારણે થાય છે. એક વખત જો કિડની ખરાબ થઈ ગઈ તો, ત્યાર બાદ દવાઓના ડોઝ ચાલુ થઈ જાય છે અને તેનાથી કિડનીને વધારે નુકસાન થવાની ભીતિ છે. આપને ભલે અગાઉથી કિડનીની કોઈ બિમારી ન હોય, તેમ છતાં પણ જો આપ આ પ્રકારની દવાનો ઉપયોગ કરશો તો, કિડનીના ટીશૂઝ ડૈમેઝ થઈ શકે છે. જેનાથી કિડનીને નુકસાન પહોંચી શકે છે.
કિડનીને હેલ્ધી રાખવા માટે આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન
પાણી પીઓ પણ વધારે નહીં-
શરીરમાં જો પાણીની તંગી હોય તો, તેની સૌથી વધારે ઈફેક્ટ કિડની પર પડે છે. એટલા માટે દરરોજ 5થી 6 ગ્લાસ પાણી પીવુ જોઈએ. પણ વધારે પડતુ પાણી પીવાથી આપની કિડની સારી રીતે કામ કરશે એવુ નથી. એટલા માટે પાણી પીઓ પણ શરીર માટે જરૂરી હોય તેટલુ જ
હેલ્ધી ડાયટ ખાઓ-
હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ ડિઝીઝ જેવી બિમારીઓના કારણે કિડની સાથે જોડાયેલી બિમારીઓ પણ થઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે, આપ હેલ્ધી ડાયટ ખાઓ, જેથી આપનું બીપી કંટ્રોલમાં રહે, ડાયાબિટીઝ અને હ્દયરોગની બિમારી ન થાય.
એક્સરસાઈઝ કરો-
નિયમીત રીતે ફિઝીકલ એક્ટિવીટ કરતા રહેશો તો આપનો વજન પણ કંટ્રોલમાં રહેશે અને હાઈ બીપીની સમસ્યા નહીં થાય. તેથી નિયમીત રીતે વર્કઆઉટ જરૂર કરો.
સ્મોકિંગની આદત છોડી દો-
સ્મોકિંગના કારણે રક્તવાહિનીઓને નુકસાન થાય છે. જેના કારણે કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે અને કિડની ફંક્શન પ્રભાવિત થવા લાગે છે. તેથી જો આપ પણ ધુમ્રપાન કરતા હોય તો, આજે જ આ આદત બદલી નાખજો.
હર્બલ સપ્લિમેંટ્સનું સેવન ઓછુ કરો-
વિટામીન સપ્લિમેંટ્સ અથવા હર્બલ સપ્લિમેંટ્સનું વધારે પડતુ સેવન પણ કિડનીને નુકસાન પહોંચાડે છે. એટલા માટે આવી વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે ડોક્ટર્સની સલાહ અવશ્ય લેવી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31