Last Updated on February 25, 2021 by
પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. પણ જો કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનને GSTના દાયરામાં લાવશે તો, સામાન્ય જનતાને રાહત મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેના સંકેત આપ્યા છે. જીએસટીના ઉચ્ચા દરે પેટ્રોલ-ડીઝલને રાખવામાં આવે તો, હાલની કિમત ઘટીને અડધા ભાવ થઈ શકે છે.
હાલમાં જોઈએ તો, પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉત્પાદન શુલ્ક અને રાજ્ય વૈટ વસૂલે છે. આ બંનેના ટેક્સ દર એટલા વધારે છે કે, 35 રૂપિયાનું પેટ્રોલ અલગ અલગ રાજ્યોમાં 90થી 100 રૂપિયા પ્રતિ લિટર સુધી કિંમતો પહોંચી ગઈ છે. 23 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.93 રૂપિયા પ્રતિ લિટર હતા, જ્યારે ડીઝલના ભાવ 81.32 રૂપિયા હતા. જેના પર ક્રમશ: કેન્દ્ર સરકાર 32.98 રૂપિયા અને 31.83 રૂપિયા ટેક્સ વસૂલે છે. જીએસટીને 1 જૂલાઈ 2017ના રોજ લાગૂ કરવામાં આવ્યો, ત્યારે રાજ્યોની ઉચ્ચ નિર્ભરતાના કારણે પેટ્રોલ અને ડીઝલને તેમાંથી બહાર રાખવામાં આવ્યુ હતું. ત્યારે હવે સીતારમણ આ પેટ્રોલિયમ પેદાશોના ભાવ નીચે લાવવા માટે રાજ્ય સરકારોની વચ્ચે એક સંયુક્ત સહયોગનું આહ્વાન કર્યું છે.
પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં શામેલ કરતા થશે આવી અસર
જો પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી અંતર્ગત શામેલ કરવામાં આવે તો, દેશભરમાં ઈંધણની એક સમાન કિંમત થઈ જાય. એટલુ જ નહીં, જીએસટી પરિષદ ઓછા સ્લેબનો વિકલ્પ પસંદ કર્યો તો, કિંમતોમાં ભાવ ઘટી શકે છે. હાલમાં ભારતમાં ચાર પ્રાથમિક જીએસટી દર છે. 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. જ્યારે હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સના નામે તથા વૈટના નામે જનતા પાસેથી 100 ટકા ટેક્સ વસૂલે છે.
સરકારોની ચિંતા, રાજ્યનો ખજાનો કેમ ભરીશું
આ સરકારો માટે પોતાની તિજોરીઓ ભરવાનુ મુખ્ય સાધન છે. એટલા માટે જીએસટી કાઉન્સિલ પેટ્રોલ અને ડીઝલને વધુ સ્લેબમાં રાખી શકે છે. ત્યાં સુધી કે, તેના પર વધુ ટેક્સ લગાવાની સંભાવના પણ છે. સરકારી આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિકમાં પેટ્રોલિયમ ક્ષેત્રની સરકારી ખજાનામાં 2,37,338 કરોડ રૂપિયા યોગદાન આપ્યુ હતું. તેમાંથી 1,53,281 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના ખાતામાં ગયા, અને 84,057 રૂપિયા રાજ્ય સરકારોના ખાતામાં ગયા. જે કેન્દ્રના રેવન્યૂના 18 ટકા અને રાજ્યોની રેવન્યૂના 7 ટકા છે. કેન્દ્રીય બજેટમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારને 2021-22માં પેટ્રોલ અને ડીઝલ પરથી ટેક્સ મારફતે 3.46 લાખ કરોડ રૂપિયા આંતરી લેવાની આશા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31