Last Updated on February 24, 2021 by
યુપી પોલીસની હેલ્પલાઈન 1090ના નામથી વાયરલ થઈ રહેલા ફેક મેસેજના કારણે મંગળવારના રોજ અફરાતફરી મચી ગઈ હતી. એસએમએસમાં લખ્યુ હતું કે, ઉત્તર પ્રદેશ પોલીસ 1090 આપને અશ્લીલ પોર્ન વીડિયો જોવાના ગુનામાં પૂર્વસૂચિત કરે છે, કે હવે પછી અશ્લીલ વીડિયો જોવા પર ચેતવણી આપવાના બદલે ડાયરેક્ટર પોલીસ કાર્યવાહી કરશે. આ પ્રકારના મેસેજ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. લોકોએ યુપી પોલીસને ખૂબ ટ્રોલ કરી છે.
હકીકતમાં વિવાદ 1090 તરફથી 12 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ કોન્ફરન્સના કારણે ઉભો થયો છે. આ દરમિયાન મીડિયાને જણાવામાં આવ્યુ હતું કે, ઈન્ટરનેટ પર પોર્ન વીડિયો જોનારા લોકોને આવું ન કરવા માટે જાગૃતિ ફેલાવામાં આવશે. આવી સાઈટ વીઝીટ કરનારા પાસે ચેતવણી ભર્યો મેસેજ જશે, ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા પર લોકો જણાવી રહ્યા છે કે, જ્યારે ઈન્ટરનેટ પર પોર્ન વીડિયો જોવા ગેરકાનૂની નથી, તો પછી ચેતવણી કઈ વાતની આપો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31